Gujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો

ગાંધીનગર
રાજ્યના પાટનગર માં આવેલ સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ ઇ્‌ૈં અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી હવે થી વધુ સરળ બનશે, અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો છે. આ વેબ પોર્ટલ લોન્ચીંગ વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, એ.આર.ટી.ડી સચિવ ધનંજય દ્વિવેદી, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા, સંયુક્ત સચિવ કે. રાજેશ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવાયેલી ઓનલાઇન આર.ટી.આઇ વ્યવસ્થા તબક્કાવાર ખાતાના વડાની અને જિલ્લા કચેરીઓમાં પણ મળતી થશે. રાજ્ય સરકારના વહીવટમાં ટ્રાન્સપરન્સી લાવી નાગરિકોને માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઇન સેવાઓ ઉપયુકત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યરત કરાવેલી આ ઓનલાઇન આર.ટી.આઇની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.આ સેવાઓ આવનારા સમયમાં તબક્કાવાર ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે. તદ્દઅનુસાર, સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપિલ અધિકારીઓને યુઝર આઇ.ડી તથા પાસવર્ડ તૈયાર કરી આ સોફટવેરના ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે.પ્રારંભિક તબક્કે રાજ્ય સરકારના વિભાગોમાં એટલે કે સચિવાલયમાં વિભાગીય સ્તરે કાર્યરત કરવામાં આવેલા આ ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલથી હવે મોટાભાગની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. એટલું જ નહિ, માહિતી મેળવવાના અધિકારનું સુદ્રઢીકરણ પણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *