Gujarat

રાજકોટ મનપાએ મુંબઈથી ૨૦.૧૨ કરોડનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદ્યું

રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલમાં ૪૫ મીટરની ઊંચી ઈમારતો માટે ફાયર ફાઈટિંગની સુવિધા આપવા સક્ષમ છે. પરંતુ શહેરમાં ૭૦થી ૭૫ સુધીની ઊંચી ઈમારતો માટે ૮૧ મીટર હાઈડ્રોલિક પ્લેટફોર્મ સ્માર્ટ સિટી અંર્તગત ખરીદવામાં આવ્યું છે. નવા વિકસિત એરિયા તેમજ નવા રિંગ રોડ પર ઈમારતોમાં રહેતા લોકોને ફાયરની સુવિધા ઉપલબ્ધ થશે તેમ મનપાએ સત્તાવાર યાદીમાં જણાવ્યું છે. સક્કરબાગ ઝૂ, જુનાગઢ ખાતેથી રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે દુર્લભ પ્રાણી ઘુડખર જાેડી ૧ (નર-૧, માદા-૧), ચૌશિંગા જાેડી ૧ (નર-૧, માદા-૧) તથા વરૂ માદા ૧ લાવવામાં આવેલ છે. તેમ મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૭ પ્રજાતિઓનાં કુલ ૪૫૬ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણી ઉદ્યાન, ઇન્દ્રો ડા નેચર પાર્ક, ગાંધીનગર તથા સક્કરબાગ ઝૂ, જુનાગઢ વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવા મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ તબ્બકે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેથી રોયલ બેંગાલ સફેદ વાઘ જાેડી ૧ (નર તથા માદા)ને ઇન્દ્રોજડા નેચર પાર્ક, ગાંધીનગર ખાતે આપવામાં આવ્યા હતા. જેના બદલામાં સક્કરબાગ ઝૂ, જુનાગઢ ખાતેથી રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે દુર્લભ પ્રાણી ઘુડખર જાેડી ૧, ચૌશિંગા જાેડી ૧ તથા વરૂ માદા ૧ લાવવામાં આવ્યા છે. આ તમામ પ્રાણીઓને હાલ વેટરનરી ઓફિસરની દેખરેખ હેઠળ ઝૂ ખાતે ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.રાજકોટ શહેરમાં હાઈરાઈઝ બિલ્ડીંગ દિવસેને દિવસે બની રહી છે. નવા નવા બિલ્ડીંગો નિર્માણ પામી રહ્યા છે. આવા બિલ્ડીંગોને ફાયરની સુવિધા મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુંબઈની એજન્સી પાસેથી રૂ.૨૦.૧૨ કરોડના ખર્ચે ૮૧ મીટર હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવામાં આવ્યું છે. આજે સત્તાધિશો અને અધિકારીઓ દ્વારા આ હાઈડ્રોલિક પ્લેટફોર્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કંપનીના એન્જિનિયર દ્વારા રાજકોટના મહાનગરપાલિકા અધિકારી અને કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે. કર્મચારીઓ દ્વારા ટ્રેનિંગ લીધા બાદ હાઇડ્રોલિક પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *