Gujarat

રાજનીતિના ભિષ્મ પિતા અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસ નિમિત્તે દ્રોણેશ્વર ગુરુકુલમાં વિદ્યાર્થીઓ દ્વારા ભાવાંજલિ

ગિરગઢડા
ભરત ગંગદેવ.
રાજનીતિમાં રહેવા છતાં રાજકારણે જેનામાં પ્રવેશ કર્યો ન હતો એવા મહાપુરુષ એટલે અટલ બિહારી વાજપેયીજી. ત્રણ વાર દેશના વડાપ્રધાન પદને શોભાન્વિત કર્યું હતું તો પણ રાજકીય પક્ષમાં યા તો કોઈ પણ પ્રકારના શત્રુ જેમને હતા જ નહીં એવા એ અજાદ શત્રુ હતા. આ મહાન વ્યક્તિનો જન્મ દિવસ હોઈ એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજી ની પ્રેરણાથી ગુરુકુલ દ્રોણેશ્વર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા બાજપેયીજીને ભાવાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે હરિદર્શન સ્વામીએ અટલજીના જીવન પ્રસંગ તથા એમના ગુણો વિશે વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં હિતેશ ભાઈ નકુમે આગવો સહકાર આપ્યો હતો.
Attachments area

IMG-20211225-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *