વડોદરા
ગૌણ સેવા પસંદગી મંડળની સરકારી સંસ્થામાં અધિકારી અસિત વોરાના કાર્યકાળ દરમિયાન અનેક વખત સરકારી નોકરી માટે લેવાતી પરીક્ષાનાં પેપર અગાઉ પણ ફુટ્યા છે. તેમજ આ પેપર ફૂટવાની પ્રક્રિયા સૂર્ય પ્રિન્ટર નામના પ્રિન્ટિંગ પ્રેસમાંથી આ પહેલા પણ થયેલી છે. તો પછી અસિત વોરા દ્વારા આ પ્રકારના બદનામ પ્રિન્ટિંગ પ્રેસને કેમ પ્રિન્ટિંગનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો. જેથી અસિત વોરા સામે પણ શંકા આવે છે. તેમજ ગુજરાતના યુવાઓના ભવિષ્યની સાથે સરકારી અમલદારો રમત કરી રહ્યા હોય તેવું ગુજરાતના યુવાનનોને લાગે ર્છ જેથી તાત્કાલિક ધોરણે અસિત વોરા વિરૂદ્ધ સરકાર દ્વારા પોલીસ ફરિયાદ થવી જાેઇએ અને ગુજરાતનાં યુવાનોને ન્યાય મળવો જાેઇએ તેવી રજુઆત સાથે યુથ કોંગ્રેસનાં કાર્યકર દ્વારા યમરાજનો વેશ ધારણ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતાં.રાજ્યમાં થયેલા પેપરલીક કાંડને લઇને વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકરોએ આજે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુથ કોંગ્રેસના એક કાર્યકરે યમરાજની વેશભૂષામાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં અસિત વોરા વિરૂદ્ધ સરકાર ફરિયાદ કરે તેવી રજૂઆત કરી હતી. યમરાજની વેશભૂષામાં આવેલા વડોદરા યુથ કોંગ્રેસના મહામંત્રી ઉંમગ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં થયેલા પેપર લીક સામે અમે આજે કલેક્ટરને આવેદન પત્ર આપીને અસિત વોરા સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે. યુથ કોંગ્રેસના કાર્યકરોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સુર્યા પ્રેસમાંથી વારંવાર પેપર ફૂટે છે, તેમ છતાં તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેથી અસિત વોરાની તેમાં સંડોવણી લાગે છે, જેથી અસિત વોરા સામે કાર્યવાહી થાય તેવી અમારી રજૂઆત છે. યુથ કોંગ્રેસે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨ ડિસેમ્બર રવિવારના રોજ લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ. જેથી તેની ફરિયાદ થઇ હતી. જેમાં હિંમતનગરમાં પ્રાંતિજનાં કોઇ ફાર્મ હાઉસમાંથી એક દિવસ અગાઉ શનિવારે જ પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે અને ઉમેદવારો પાસે ૧૦થી ૧૨ લાખ રૂપિયામાં પેપર પહોંચ્યુ હોવાની ફરીયાદને પગલે પોલીસે આરોપીને પકડ્યા છે. પરંતુ, મુખ્ય આરોપીને છાવરવાનાં પ્રયત્ન થઇ રહ્યો હોય તેવુ લાગે છે.
