મુંબઈ
સ્નેહાએ કહ્યું કે, મેં આ બધુ સાંભળીને તે જ સમયે ફિલ્મ રિજેક્ટ કરી દીધી. કાસ્ટિંગ ડાયરેક્ટર મને સતત કહી રહ્યો હતો કે, આ કોઈ મોટી વાત નથી અને દરેક વ્યક્તિ તે કરે છે. તેમનો મારા પર બીજીવાર પણ ફોન આવ્યો હતો અને કહ્યું કે પ્રપોઝલ એક્સેપ્ટ કરી લેવામાં આવ્યું છે. તે સમયે હું તેમના પર ગુસ્સે થઈ ગઈ અને ફરીવાર મને ફોન ના કરવા માટે કહ્યું. સાથે જ કહ્યું કે, હું આવા કોઈપણ પ્રોજેક્ટનો હિસ્સો બનવા નથી માગતી. પોપ્યુલર શો સાથ નિભાના સાથિયા ૨ ફેમ સ્નેહા જૈન શોમાં ગહનાનું કેરેક્ટર પ્લે કરતી દેખાઈ રહી છે. હાલમાં જ તેણે પોતાના કાસ્ટિંગ કાઉચના એક્સપીરિયન્સને લઈને ખુલીને વાત કરી હતી. ઈન્ટરવ્યૂમાં સ્નેહાએ કહ્યું કે, સાઉથના એક પ્રોજેક્ટ માટે મને કોમ્પ્રોમાઈઝ કરવા માટે કહેવામાં આવ્યું. કરિયરમાં ઉતાર-ચડાવની સાથે સ્નેહાએ રિજેક્શનને લઈને પણ વાત કરી હતી. સ્નેહા જૈને કહ્યું કે, એકવાર એક ડાયરેક્ટરે મારી સામે એક શરત મુકી અને કહ્યું કે આ રોલ મને ત્યારે મળશે, જ્યારે હું તેમની રિક્વાયરમેન્ટ્સ પર ખરી ઉતરીશ. મને સાઉથના એક કાસ્ટિંગ ડાયરેક્ટરે કોલ કર્યો. તેમણે મને ફિલ્મ ઓફર કરી, જે એક કોલેજ સ્ટુડન્ટ પર આધારિત હતી. તેમણે કહ્યું કે, ત્રણ કપલ્સ હશે અને ત્રણેયનો ફિલ્મમાં મહત્ત્વનો રોલ છે. મેં તેમને મારી પ્રોફાઈલ અને ફોટોગ્રાફ્સ મોકલ્યા અને બીજા જ દિવસે મને ફોન આવી ગયો. તેમણે મને કહ્યું કે, મારે હૈદરાબાદ આવવુ પડશે, ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરને મળવા માટે. સ્નેહા તે સમયે ફિલ્મ મેકર્સને મળવા જવા માટે તૈયાર થઈ ગઈ, પરંતુ તે પહેલા તેણે કહ્યું કે, તેઓ પ્રોજેક્ટ વિશે થોડી વધુ માહિતી આપે તો વધુ સારુ રહેશે. સ્નેહાએ કહ્યું કે, મેં તેમને કહ્યું કે હું મારી મમ્મી સાથે ટ્રાવેલ કરીશ. કાસ્ટિંગ ડાયરેક્ટરે મને કહ્યું કે, મારે આખો દિવસ ડાયરેક્ટર સાથે વીતાવવો પડશે અને તેમના દ્વારા કહેવામાં આવતી દરેક વાત માનવી પડશે. તેમની સાથે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. આ સાંભળીને હું ચોંકી ગઈ. તેમણે કહ્યું કે, જે દિવસે તું હૈદરાબાદ આવશે, તે દિવસે તારી પાસે હોટેલની ડિટેલ્સ આવી જશે, જ્યાં મારે ડાયરેક્ટરને મળવાનું રહેશે. પેપર્સ સાઈન કર્યા બાદ મને અડધુ પેમેન્ટ પહેલા જ મળી જશે અને અડધુ પેમેન્ટ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થવા પર મળશે.
