Gujarat

સુરત કીમ-પીપોદરા નજીક હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત

સુરત
સુરત નજીક આવેલા કીમ-પીપોદરા નજીક અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે ચઢાવી નાસી ગયો હતો.અજાણ્યા તરિકે સિવિલમાં લવાયેલા યુવકનું કેટલાક કલાકોની સારવાર બાદ મોત નીપજ્યું હતું. સોમવારની મોડી સાંજે બનેલા હિટ એન્ડ રન કેસમાં મોતને ભેટેલો વિમલ ગોડા હોવાનું સામે આવ્યું હતું. વિમલ ૧૦ દિવસ પહેલા જ પિતા બન્યો હતો. પતિના મોતના સમાચાર સાંભળી માતા બનેલી પત્ની શોકમાં સરી પડી હોવાનું શોકમાં ગરક થઈ ગઈ હતી. રાજેન્દ્ર ગોડા (મૃતકનો મોટો ભાઈ) એ જણાવ્યું હતું કે, વિમલ (ઉ.વ. ૨૮) એક મહિના પહેલા જ વતન ઓડિશાથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. વિમલ વતન માં ખેતીવાડી કરતો હતો. જાેકે ખેતીવાડીમાં કોઈ આવક ન દેખાતા સુરત કામની શોધમાં આવીને લુમ્સના ખાતામાં કામે લાગ્યો હતો. સોમવારની સાંજે કામ પરથી છૂટ્યા બાદ વિમલ મોટા ભાઈ રાજેન્દ્રને મળવા આવ્યો હતો. જયાંથી પરત ખાતા પર જતી વખતે અજાણ્યા ભારી વાહનની અડફેટે ઘવાયો હતો.જાે કે અકસ્માત બાદ ભાગી ગયેલા વાહનને લઈ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ૧૦૮ની મદદથી વિમલને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાતા તાત્કાલિક ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. જાેકે ટૂંકી સારવાર બાદ વિમલનું મોત નીપજ્યું હતું.૧૦૮ના કર્મચારીએ જાણ કરતા વિમલનું અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી. વિમલના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા. ૧૦ દિવસ પહેલા જ પત્નીએ પુત્રને જન્મ આપતા વિમલ પિતા બન્યો હતો. પુત્રનું મોઢું જાેવા વતન જવાની વાતચીત કરવા જ ભાઈને મળ્વા ગયો હતો. જાેકે કાળમુખું વાહન વિમલને ભરખી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. અકસ્માત સમયે ઇજાગ્રસ્ત અજાણ્યો ઈસમ હતો. તપાસમાં મરનારનું નામ અને પરિવાર મળી આવ્યું છે. હાલ કોસંબા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વિમલ ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો. પિતાના અવસાન બાદ માતા ચારેય દીકરાઓની સાર સંભાળ રાખતા હતા.

Death-of-a-young-man.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *