Gujarat

મોટા ઉજળા ગ્રામ પંચાયત ની નવી પેનલ આવ્યા બાદ આ બ્રિજ મન્જુર થતા લોકો માં ખુશી નો માહોલ

મોટા ઉજળા ગામે આંબેડકર નગર માં જવા માટેનો ઊંચો પુલ બનાવવા માટેની રજૂઆત શ્રીમતી દયાબેન વિપુલભાઈ ખીમાણી , સદસ્યશ્રી તાલુકા પંચાયત દ્વારા કુકાવાવ – વડીયા વિસ્તારના જાગૃત પુર્વ મંત્રીશ્રી બાવકુભાઈ ઉંધાડ ને કરવામાં આવેલ જેમાં બાવકુભાઈ ઉંધાડ સાહેબ ના અથાગ પ્રયત્નથી બે મહિના ની અંદર જ સ્પેશિયલ કેસમાં રૂપિયા ૫૫ લાખ જેવી માતબર રકમ મંજુર કરાવી જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. જે બદલ બાવકુભાઈ ઉંધાડ નો વિનોદભાઈ લુણાગરિયા, વિપુલભાઈ ખીમાણી, જગદીશભાઈ ગજેરા, જયંતીભાઈ ચૌહાણ, નાગજીભાઈ ચૌહાણ, દેસાભાઈ ચૌહાણ તથા ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યો તેમજ તમામ ગ્રામજનો એ આભાર વ્યક્ત કર્યો.

રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20211229-WA0014-2.jpg IMG-20211227-WA0114-1.jpg IMG-20211227-WA0115-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *