Madhya Pradesh

છત્તીસગઢ બાદ હવે ભોપાલમાં દુર્ગા વિસર્જન સમારોહમાં કારે બાળકને કચડ્યુ

ભોપાલ
ભોપાલના રેલવે સ્ટેશન નજીક બજરિયા તિરાહે પર શનિવાર-રવિવારની રાતે દુર્ગા પ્રતિમાનુ વિસર્જન થવાનુ હતુ. દુર્ગા પ્રતિમાના વિસર્જન માટે કાર્યક્રમમાં ઘણી ભીડ એકઠી થઈ હતી. સમારોહ ચાલી રહ્યો હતો કે એક કાર અચાનક ભીડ વચ્ચે ઘૂસી ગઈ. આ વચ્ચે ઝડપી રફ્તારથી કારના ડ્રાઈવરે ગાડીને રિવર્સ લીધી. આ દરમિયાન એક બાળક કારના પૈડાની નીચે આવી ગયુ. કારના પૈડાની નીચે આવેલુ બાળક ઈજાગ્રસ્ત થઈ ગયુ. આસપાસ હાજર લોકોએ બાળકને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યુ જ્યાં તેની સારવાર થઈ. ડોક્ટરોએ બાળકને સારવાર બાદ રજા આપી દીધી. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં એક કાર રિવર્સ થતા જાેવા મળી રહી છે. વીડિયોમાં જાેવા મળી રહેલી કારમાં બેથી ત્રણ લોકો સવાર છે. ઘટનાને ભોપાલ પોલીસે ગંભીરતાથી લેતા તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ કારનો નંબર કાઢવા માટે ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમરા પણ ખંગાળી રહી છે. છત્તીસગઢના પથ્થલગામમાં દુર્ગા પ્રતિમા વિસર્જન માટે રહેતા લોકોને કારે કચડ્યા હતા. આ ઘટનામાં એકનુ મોત નીપજ્યુ હતુ જ્યારે લગભગ બે ડઝન લોકો ઈજાગ્રસ્ત થયા હતા. છત્તીસગઢના જશપુર જિલ્લાના પથ્થલગામમાં દુર્ગા વિસર્જન દરમિયાન કારથી લોકોને કચડવાની ઘટના હજુ જૂની પણ થઈ નથી કે હવે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પણ આ પ્રકારની ઘટના ઘટી છે. ભોપાલમાં દુર્ગા વિસર્જન સમારોહમાં એકઠા થયેલા લોકોને એક કારે કચડી નાખ્યા. આ ઘટનામાં એક બાળક ઈજાગ્રસ્ત થઈ ગયુ છે. ઘટના ભોપાલ રેલવે સ્ટેશન નજીક બજરિયા તિરાહેના નજીકની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *