Maharashtra

કાસ્ટિંગ ડાયરેક્ટરે કહ્યું કે કપડાં ઉતાર… ઃ જિશાન ખાન

મુંબઈ
ટીવી એક્ટર જિશાન ખાન હાલમાં જ બિગ બોસ ઓટીટીમાં એક કન્ટેસ્ટન્ટના રૂપમાં જાેવા મળ્યો હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જિશાને તેનો કાસ્ટિંગ કાઉચનો અનુભવ જણાવતા કહ્યું કે, એક સારા પ્રોડક્શન હાઉસના કાસ્ટિંગ ડાયરેક્ટરે મિટિંગ માટે બોલાવ્યો હતો અને કપડાં ઉતારવા માટે કહ્યું હતું. જિશાને કહ્યું કે, આ ઘટના મારા બીજા શો પછી થઈ હતી. જિશાને કહ્યું કે, તે ડાયરેક્ટરે મને તેની ઓફિસમં બોલાવ્યો અને કહ્યું કે, તને ખબર છે તું એક કોલેજ બડી જેવો છે, એટલું હું જાેવા માંગુ છું કે, તું કેટલો ફિઝિકલી ફિટ છે? તો મેં કહ્યું, ઠીક છે હું એમાં બરાબર છું અને પછી મેં ટી-શર્ટ ઉતારી. ત્યારબાદ તે એવંુ કહેવા લાગ્યા કે, હું તારા પગને જાેવા માંગુ છું કારણ કે, કેટલાય લોકો માત્ર તેના અપર બોડી પર કામ કરે છે લોઅર બોડી પર નહીં. ત્યારબાદ એમણે કહ્યું, અરે યાર, હવે તો સમજી જ ગયો હોઈશ તું. મેં કહ્યું, હું સમજી ગયો સર પણ હું એ લોકોમાંથી નથી. હું ઓડિશન આપીશ, હું તમારી સાથે કામ કરવાનું પસંદ કરીશ મને આ બધાથી કંઈ પડી નથી. ત્યારબાદ તેઓએ મને કહ્યું કે, આ સીટ પર આવીને ઘણા લોકો બેઠા છે. કાસ્ટિંગ ડાયરેક્ટરે ત્યારે કેટલાક સક્સેસ એક્ટર્સના નામ પણ લીધા હતાં.

jishan-khan-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *