Maharashtra

કેટરિના લગ્ન બાદ સલમાન ખાન સાથે ટાઈગર ૩નું શૂટિંગ પૂર્ણ કરશે

મુંબઈ
સલમાન ખાન અને કેટરીના કૈફ બંને પોતાની પ્રોફેશનલ લાઈફને સારી રીતે સમજે છે. બંને જાણે છે કે આ ફિલ્મનું સૌથી મહત્વનું શેડ્યુલ છે, તેથી બંને તેના માટે સખત મહેનત કરી રહ્યા છે. આ શેડ્યૂલ માટે બંનેએ પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખવું પડશે. આ ૧૫ દિવસનું શેડ્યૂલ હશે અને તે પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થશે. જણાવી દઈએ કે, ટાઈગર ૩ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. એક થા ટાઈગર પહેલીવાર વર્ષ ૨૦૧૨માં રિલીઝ થઈ હતી. આ પછી વર્ષ ૨૦૧૭માં ટાઈગર ઝિંદા હૈ રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી. હવે ચાહકોને ટાઇગર ૩ પાસેથી ઘણી આશાઓ છે. આ ફિલ્મને લઈને ઈમરાન હાશ્મીનું નામ પણ સામે આવ્યું છે. રિપોર્ટ્‌સ અનુસાર આ ફિલ્મમાં ઈમરાન પણ જાેવા મળી શકે છે. આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકા ભજવશે. જાે કે, અભિનેતા અથવા ફિલ્મના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી. તે જ સમયે જ્યારે ઈમરાનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જાે તેને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળે છે તો તે તેના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. તમને જણાવી દઈએ કે, સલમાન અને ઈમરાન આ પહેલા ક્યારેય સાથે કામ કર્યું નથી.વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કામ પર પરત ફરશે કેટરીના કૈફ, સલમાન ખાન સાથે કરશે શૂટિંગવિકી કૌશલ (ફૈષ્ઠાઅ દ્ભટ્ઠેજરટ્ઠઙ્મ) સાથે લગ્ન કર્યા બાદ હવે કેટરિના કૈફ ફરી પોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત થવા જઈ રહી છે. કેટરીના જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ ટાઇગર ૩નું શૂટિંગ શરૂ કરશે. રશિયા, તુર્કી, ઓસ્ટ્રિયા અને મુંબઈમાં શૂટિંગ કર્યા બાદ હવે કેટરીના અને સલમાન ફિલ્મના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કરશે. રિપોર્ટ્‌સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં થશે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આ ૧૫ દિવસનું શૂટ હશે અને બંને એકસાથે ફિલ્મનું શૂટિંગ પૂરું કરશે. સલમાન અને કેટરિના દિલ્હીના રિયલ લોકેશન પર શૂટ કરશે. હવે રિયલ લોકેશન પર શૂટિંગ થવાને કારણે ફિલ્મની ટીમ સંપૂર્ણ તૈયારી કરી રહી છે કારણ કે ત્યાં ઘણી ભીડ હશે અને કલાકારોને જાેવાને કારણે ભીડ પણ વધશે. બંનેના લુક લીક ન થાય તે માટે સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવશે. અહેવાલો અનુસાર, તે ખૂબ જ પડકારજનક છે, પરંતુ આદિત્ય ચોપરા, મનીષ શર્મા અને ફિલ્મની આખી ટીમ આ ફિલ્મને વધુ સારી બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. ફિલ્મને એક અલગ લેવલ પર લઈ જવાની યોજના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *