Maharashtra

નાંદેડના નશીલા પદાર્થ બનાવતા કારખાનામાં એનસીબીની રેડ

મુંબઈ,
એનસીબીએ નાંદેડ ઉપરાંત જાલના, ઔરંગાબાદમાં રેડ પાડી હતી. થોડા દિવસ અગાઉ એનસીબીના અધિકારીઓએ માંજરામ પાસે ૮ કરોડ રૃપિયાનો ગાંજાે જપ્ત કર્યો હતો. અગાઉ સમુદ્રમાં મુંબઈ નજીક ક્રુઝશિપ પર છાપો મારીને એનસીબીએ રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. શાહરૃખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ થઈ હતી. આ પ્રકરણના લીધે એનસીબીના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિવાદમાં સપડાયા હતા. તેમની કાર્યવાહીને લઈને શંકા દર્શાવવામાં આવી હતી. એસીપી નેતા નવાબ મલિકે વાનખેડે પર ગંભીર આરોપ કર્યા હતા.નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીઓએ નાંદેડમાં નશીલો પદાર્થ બનાવવાના કારખાનામાં છાપોમારી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રોકડ રકમ, નશીલો પદાર્થ પૈસા ગણવાનું મશીન અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના નાંદેડમાં કામઠા પરિસરમાં મુંબઈ એનસીબીની ટીમે ત્રણ દુકાનમાં છાપો માર્યો હતો. અહીં નશીલો પદાર્થો બનાવવાનું કારખાનું હતું. આ કાર્યવાહી દરમિયાન ૧૧૧ કિલો ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ૧.૪ કિલો ઓપીએમ, દોઢ લાખ રૃપિયા, નશીલો પદાર્થ જપ્ત કરાયો હતો. પોલીસે મુખ્ય આરોપી અને તેના સાથીદારને ઝડપી લીધા હતા. તેઓ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટમાં સામેલ હોવાનું કહેવાય છે. મુખ્ય આરોપી રોડ ટ્રાન્સપોર્ટનું કામ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *