મુંબઈ
બોલીવૂડમાં ત્રણ દસકથી સક્રિય અભિનેત્રી રવીના ટંડને નેવુંના દસકમાં ધમાલ મચાવી દીધી હતી. અનેક હિટ ફિલ્મો તેના નામે છે. ૨૦૧૯માં ખાનદાની શફાખાનામાં જાેવા મળેલી રવિનાએ ટીવી પરદે પણ વર્ષ ૨૦૦૩થી કામ કર્યુ હતું. સાહિબ બીબી ઓૈર ગુલામમાં તેણે છોટી બહુનો રોલ નિભાવ્યો હતો. હાલમાં તે તે નચ બલીયે જેવા શોમાં જજ તરીકે પણ કામ કરી ચુકી છે. ચાહકોને હવે ફરીથી તે જાેવા મળવાની છે. આ શોનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને રવીનાએ કેપ્શન આપી હતી કે અંખિયોં સે ગોલી મારને ફિર સે આ રહી હૂં મૈં. જાેકે આ વખતે એક મિસ્ટ્રી-થ્રિલર ‘અરણ્યક’માં હું જાેવા મળીશ. વેબ સિરીઝ અરણ્યકમાં રવિનાની મુખ્ય ભુમિકા છે. નેટફિલકસના આ શોમાં તેની સાથે આશુતોષ રાણા, પરમબ્રતા ચેટરજી પણ મુખ્ય ભુમિકામાં છે. રવિના દમદાર પોલીસ અધિકારીનો રોલ નિભાવી રહી છે. તે હિમાલયના ગાઢ જંગલમાં એક છોકરીને શોધવા જાય છે એ દરમ્યાન તેને હાડપિંજરો મળી આવે છે. પછી શરૂ થાય છે રહસ્યના આટાપાટા.


