Maharashtra

હરમનપ્રીત-ગુરજિતને ટોચનું સન્માન અપાયું

મુંબઈ
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મેન્સ ટીમના ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ અને વિમેન્સ ટીમના પ્રભાવશાળી પ્રદર્શનના કારણે એફઆઇએચ હોકી સ્ટાર્સ પુરસ્કારમાં ભારતીય ખેલાડીઓ છવાયા છે. મહિલા ખેલાડી ગુરજિત કૌર અને મેન્સ પ્લેયર હરમનપ્રીતસિંહે પોતપોતાની કેટેગરીમાં પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે.આ સાથે ભારતીય વિમેન્સ ટીમના કોચ સોર્ડ મારિન તથા મેન્સ ટીમના મુખ્ય કોચ ગ્રેહામ રીડ પણ હાઇએસ્ટ વોટ મેળવીને ટોચના ક્રમે રહ્યા હતા. રીડ હજુ પણ મેન્સ ટીમ સાથે છે પરંતુ મારિનનો કરાર ટોક્યો ગેમ્સ બાદ પૂરો થઇ ઔચૂક્યો છે.ભારતે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના (એફઆઇએચ) વાર્ષિક પુરસ્કારોમાં પોતાનો દબદબો મેળવ્યો છે અને પાંચ ખેલાડીઓ તથા મેન્સ અને વિમેન્સ ટીમોના મુખ્ય કોચને વિવિધ કેટેગરીમાં ટોચના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સવિતા પૂનિયાને (વિમેન્સ) તથા પીઆર શ્રીજેશને (મેન્સ) બેસ્ટ ગોલકીપરના એવોર્ડથી સન્માનિત કરાયા છે. ર્શિમલા દેવી તથા વિવેક પ્રસાદને ઇર્મિંજગ પ્લેયરનો એવોર્ડ મળ્યો છે.

HARMANPREET-AND-GURJIT-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *