મુંબઈ,
ક્રિકેટમાંથી રિટાયર્ડ થયા બાદ હરભજન સિંહ જાલંધરની પિચ પર પહોચ્યાં જ્યાં તેમણે પોતાના ક્રિકેટ કરિયરની શરુઆત કરી હતી તે મેદાનમાં જઈને પિચને નમન કર્યું. આ પીચ પરથી જ ભજ્જીએ બોલિંગ શીખી હતી.ભજ્જીએ કહ્યું કે તે રાજકારણના ક્ષેત્રમાં જવા માટે હાલ તૈયાર નથી. તેમણે કહ્યું કે મારી આદત છે કે પ્રિપેયર થયા વગર હું ક્યાય પણ જતો નથી. રાજનીતિ એક મોટો સબ્જેક્ટ છે. હજી આ મુદ્દે વિચાર્યું નથી. મારા ઘણા મિત્રો રાજકારણની પાર્ટીઓમાં છે હું તેમને મળું તો એનો અર્થ એ નથી કે હું રાજકારણમાં જઈશ.ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ હાલ રાજકારણની દુનિયામાં એન્ટ્રી નહીં કરે. હરભજને ક્રિકેટને અલવીદા કહીને જિંદગીનું બીજૂ ચેપ્ટર શરુ કરવાની જાહેરાત કરી હતી ત્યાર બાદથી જ તેમના રાજકારણમાં એન્ટ્રી લેવાની અટકળો વહેતી થઈ હતી. જાેકે, ભજ્જીએ શનિવારે સ્પષ્ટ કર્યું કે હાલ રાજકારણમાં આવવાનો કોઈ વિચાર નથી. હરભજને કહ્યું કે જ્યારે પણ રાજકારણમાં આવવું હશે તો હું જાતે જ એલાન કરીશ અને ચૂંટણીના મેદાનમાં ઉતરીશ. તેમણે કહ્યું કે બીજૂ ચેપ્ટર તેમની જિંદગી પર લખેલી એક પુસ્તક છે, જે ટૂંક સમયમાં બજારમાં આવશે. અત્યારે તેઓ ક્રિકેટમાં સંન્યાસ લઈને સમગ્ર સમય પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે વિતાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે ૨૨-૨૩ વર્ષ દેશ માટે ક્રિકેટ રમવા તેઓ એટલા વ્યસ્થ થઈ ગયા હતા કે પોતાના પરિવાર પાછળ સમય ના વિતાવી શક્યા. હવે તેઓ પરિવાર સાથે સારો સમય વિતાવશે. ત્યાર બાદ વિચારીશ કે આગળ શું કરવું. ભજ્જીને જ્યારે નવજાેત સિંહ સિદ્ધુ દ્વારા તેમનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરીને રાજકારણમાં એન્ટ્રીની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી તો તેમણે કહ્યું કે રાજકારણ વિશે કોઈ ચર્ચા નથી થઈ. માત્ર રમત વિશે વાત થઈ. શેરી પાજી (નવજાેત સિંહ સિદ્ધુ) અમારા આદર્શ છે. અમે તેમને જાેઈને જ રમતા શીખ્યા છે. તેમની સાથે રમ્યા પણ છે. તે જ જૂની યાદો વિશે વાતચીત થઈ હતી. સાથે પંજાબમાં રમત-ગમતને પ્રોત્સાહનને લગતી ચર્ચાઓ થઈ હતી.


