Maharashtra

સલમાન ખાનને તેના પનવેલના ફાર્મ હાઉસમાં સાપે દંખ માર્યો

મુંબઈ
સલમાન ખાન ૨૩ ડિસેમ્બરે પનવેલ આવ્યો હતો અને ૩ જાન્યુઆરી સુધી અહીંયા જ રહેશે. સલમાન ખાને થોડાં દિવસ પહેલાં જ ‘ટાઇગર ૩’નું શૂટિંગ મુંબઈમાં પૂરું કર્યું હતું. બાકીનું શૂટિંગ હવે સલમાન ખાન તથા કેટરીના કૈફ દિલ્હીમાં કરે તેવી શક્યતા છે. સલમાન ખાન છેલ્લે ફિલ્મ ‘અંતિમ’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે પોલીસના રોલમાં હતો અને તેના જીજાજી આયુષ શર્મા ગેંગસ્ટરના રોલમાં હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ એવરેજ રહી હતી.સલમાન ખાને હાલમાં જ ‘બિગ બોસ ૧૫’ના સેટ પર ફિલ્મ ‘ઇઇઇ’ની ટીમ સાથે કેક કટિંગ કરીને બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આલિયા ભટ્ટ, જુનિયર દ્ગ્‌ઇ તથા રામચરણ તેજા તથા ડિરેક્ટર એસ એસ રાજમૌલિએ ‘બિગ બોસ’માં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ફિલ્મ સાત જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.સલમાન ખાનનો ૨૭ ડિસેમ્બરે ૫૬મો જન્મદિવસ છે. સલમાન ખાનને જન્મદિવસ પહેલાં એટલે કે ૨૫ ડિસેમ્બરની રાત્રે સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાન પનવેલ ફાર્મહાઉસમાં બર્થડે સેલિબ્રેશન માટે ગયો હતો. ઉલ્લેખનીય છે કે પનવેલ ફાર્મ હાઉસ પર્વતીય વિસ્તારમાં આવેલું છે અને અહીંયા જંગલ વિસ્તાર છે. સાપ-અજગર અવારનવાર અહીંયા જાેવા મળે છે. સલમાન ખાન દર વર્ષની જેમ આ વર્ષે પણ બર્થડે સેલિબ્રેશન માટે પનવેલ ફાર્મહાઉસ આવ્યો હતો. અહીંયા સલમાનને સાપે ડંખ માર્યો હતો. સલમાનને કામોઠે વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી મિશન (સ્ય્સ્) હોસ્પિટલમાં રાત્રે ત્રણ વાગે દાખલ કરવામાં આવ્યો હતો. સલમાનને આજે એટલે કે ૨૬ ડિસેમ્બરે સવારે નવ વાગે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે અને સલમાન ખાન પોતાના ફાર્મહાઉસ પર આવી ગયો છે. સલમાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાન મિત્રો સાથે હતો. વાતચીત દરમિયાન સલમાનને એ વાતનો અહેસાસ થયો કે તેને હાથમાં કંઈક થયું છે. ત્યારબાદ એક્ટરે આસપાસ નજર ફેરવી તો તેણે સાપ જાેયો હતો. સાપ જાેઈને સલમાન ખાન એકદમ ડરી ગયો હતો અને તરત જ મદદ માટે બૂમો પાડી હતી. હોસ્પિટલમાં છ-સાત કલાક રહ્યા બાદ સલમાનને રજા આપી દેવામાં આવી હતી.

Salaman-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *