મુંબઈ
સંજુ સેમસનને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ તક મળી નથી. તેણે ટીમ ઈન્ડિયા માટે ૧૦ ્૨૦ અને માત્ર એક દિવસીય ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે ્૨૦ ઈન્ટરનેશનલ કરિયરમાં કુલ ૧૧૭ રન બનાવ્યા છે. તેણે આ વર્ષે કોલંબોમાં શ્રીલંકા સામેની તેની એકમાત્ર વનડેમાં ૪૬ રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે ૫૫ મેચની ૯૧ ઇનિંગ્સમાં ૧૦ સદી, ૧૨ અડધી સદીની મદદથી ૩૧૬૨ રન બનાવ્યા છે.યુવા વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન આજે તેનો ૨૭મો જન્મદિવસ એટલે કે ૧૧ નવેમ્બર, ૨૦૨૧ના રોજ ઉજવી રહ્યો છે. કેરળના તિરુવનંતપુરમના રહેવાસી સંજુ સેમસ ને ભલે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ પ્રદર્શન કર્યું ન હોય, પરંતુ તેનું બેટ ૈંઁન્ અને ઘરેલું ક્રિકેટમાં જાેરદાર ચાલે છે, સંજુએ ૈંઁન્માં ૩ સદી ફટકારી છે જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની ૧૦ સદી છે. સંજુ સેમસન ને આ સ્થાન સુધી લઈ જવામાં તેના પિતાનો મોટો ફાળો છે. સંજુએ વર્ષ ૨૦૧૩માં આઈપીએલમાં પ્રવેશ કર્યો અને રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં રમ્યો. તેણે આઈપીએલ (ૈॅઙ્મ)માં અત્યાર સુધી ૧૨૧ મેચ રમી છે અને ૧૧૭ ઈનિંગ્સમાં ૩૦૬૮ રન બનાવ્યા છે. તેણે આ પ્રતિષ્ઠિત ટી૨૦ લીગમાં ૩ સદી અને ૧૫ અડધી સદી ફટકારી છે. સંજુ સેમસનના પિતા વિશ્વનાથ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા પરંતુ તેમના પુત્રને ક્રિકેટર બનાવવાના જુસ્સાને કારણે તેમણે વહેલા નિવૃત્તિ (સ્વૈચ્છિક) લેવાનું નક્કી કર્યું. વાસ્તવમાં, સંજુ તેના પિતા સાથે દિલ્હીમાં રહેતો હતો પરંતુ તે દિલ્હીની અંડર-૧૩ ટીમમાં સિલેક્ટ થઈ શક્યો ન હતો. આ પછી વિશ્વનાથ તેમના પરિવાર સાથે તિરુવનંતપુરમ પરત ફર્યા. સંજુના પિતા ઘણીવાર તેની સાથે ક્રિકેટના મેદાનમાં જાેવા મળતા હતા. સંજુ સેમસને ફરીથી કેરળની ટીમ માટે રમવાનું શરૂ કર્યું અને પોતાના બેટની અદભૂતતાથી બધાને ચોંકાવી દીધા. સંજુ વર્ષ ૨૦૧૩માં પહેલીવાર ૈંઁન્માં રમતા જાેવા મળ્યો હતો. તેણે તે સિઝનમાં રાહુલ દ્રવિડની કપ્તાની હેઠળ રમી ૧૧ મેચોમાં કુલ ૨૦૬ રન બનાવ્યા હતા. તે સતત ૯ સિઝનમાં ૈંઁન્ રમ્યો હતો અને આજે તેના નામે ૩ સદી, ૧૫ અર્ધસદી અને કુલ ૩૦૬૮ રન છે. સંજુ સેમસન ૈંઁન્માં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો, જ્યારે તેણે આ લીગમાં પ્રથમ વખત ભાગ લીધો. તેણે વર્ષ ૨૦૧૩માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્) સામે ૧૮ વર્ષ ૧૬૯ દિવસની ઉંમરે ૪૧ બોલમાં ૬૩ રન બનાવ્યા હતા. જાે કે, આ રેકોર્ડ પાછળથી રિયાન પરાગે તોડ્યો હતો, જેણે ૧૭ વર્ષની ઉંમરે ૈંઁન્માં ફિફ્ટી ફટકારી હતી. ૨૦૧૩માં, સંજુએ ચેમ્પિયન્સ લીગ ્૨૦માં મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી નાની વયની અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.


