મુંબઈ
ઝી કોમેડી શો પર ખાસ મહેમાન તરીકે બોલિવૂડ કલાકાર ઊર્મિલા માતોંડકર જાેવા મળી હતી. શોમાં ઊર્મિલા માતોંડકરએ પણ તેના ૧૯૯૫ના હિટ મૂવી રંગીલા સાથે જાેડાયેલી કેટલીક રસસ્પદ વાતો શેર કરી હતી. રંગીલાના પ્રસિદ્ધ ગીત- તન્હા તન્હા યહાં પે જીનાના ઘણા સિકવન્સ દરમિયાન તેને જેકી શ્રોફનું ગંજી પહેર્યા હોવાની વાત જણાવી હતી. ઊર્મિલાએ કહ્યું કે, ‘કોઈને નથી ખબર, પણ રંગીલાના તન્હા તન્હા ગીત માટે મેં જેકી શ્રોફનું ગંજી પહેર્યું હતું અને સાચું કહું તો, ખૂબ જ મજા આવી હતી. એ સિકવન્સ ખૂબ જ અલગ અને રિફ્રેશિંગ હતું અને અમને કહેવામાં આવ્યું હતું કે, તેના માટે કોઈ વિચાર કે, સંશોધન કરવાનું નથી. અમે એકદમ સરળ કરવા ઇચ્છતા હતા અને અમને કોસ્ચ્યુમ વિશે વિગત આપવામાં આવી ત્યારે જેકી તો જેકી છે, તેને મને તેની ગંજી પહેરવા કહ્યું. હું થોડી ગભરાઈ ગઈ, પણ પછી માની ગઈ અને બધું થાળે પડી ગયું. આના માટે મને ખૂબ જ પ્રેમ અને વખાણ મળ્યા તો, મારા માટે પણ બધું ખૂબ જ સારું થયું’


