Maharashtra

શાહરુખ ખાને આર્યનની ધરપકડ બાદ ફિલ્મનું શૂટિંગ પોસ્ટપોર્ન કર્યું

મુંબઈ
મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં એનસીબી દ્વારા રેડ પાડીને શાહરુખ ખાનની દીકરા આર્યનની ધરપકડ કર્યા બાદ શાહરુખ ખાન સેટ પરથી છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ જાેવા મળી રહ્યો છે. હવે એવા સમાચાર આવી રહ્યાં છે શાહરુખ ખાને પોતાની અપકમિંગ ફિલ્મ પઠાનની શૂટિંગ પોસ્ટપોર્ન કરી દીધી છે. ૧૦ ઓક્ટોમ્બરે શાહરુખ ખાન દીપિકા પદુકોણ સાથે સ્પેનમાં ફિલ્મની શૂટિંગ માટે જવાનો હતો પરંતુ આર્યનની ડ્રગ્સકાંડમાં ધરપકડ બાદ શાહરુખ ખાને મેકર્સ સાથે વાતચીત કરીને ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું છે. શાહરુખ ખાન ૨૧ દિવસ સ્પેનમાં પઠાન ફિલ્મનું શૂટિંગ કરવાનો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેનના મલ્લોર્કા અને કાડિઝ જેવા લોકોશન પર શાહરુખ અને દીપિકાનું રોમેન્ટિક સોંગ શૂટ કરવાનું હતું. આ સાથે ફિલ્મમાં કેટલીક એક્શન સિક્વન્સ પણ શૂટ કરવાના હતાં. પરંતુ હાલ શાહરુખ શૂટિંગ કરી શકે તેવી પરિસ્થિતિમાં ના હોેવાથી મેકર્સે થોડા દિવસો માટે શૂટિંગને પોસ્ટપોર્ન કયુંર્‌ છે.

SHAH-RUKH-KHAN-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *