મુંબઈ
ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા ફ્રેન્ડલી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટિ્વટર પર અવાર-નવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ટોકિંગ પોઇન્ટ બનતી હોય છે. તાજેતરમાં હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ બની હતી. હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તે પર્પલ કલરના બાંધણી પ્લાઝો આઉટફિટમાં સ્ટાઈલિશ ગોગલ્સ પહેરીને વોક કરી રહી છે. પોતાના લૂકને વધારે સ્ટાઈલિશ બનાવવા માટે હિના ખાને હાથમાં બ્રાઉન લેધર પર્સ પણ કેરી કયુંર્ છે. પોતાની સ્ટાઈલિશ અદાને કારણે સોશિયલ મીડિયામાં હંમેશાં ટોકિંગ પોઇન્ટ બનતી હિના ખાનની આ અનોખો અંદાજ સોશિયલ મીડિયા યૂઝર્સને ખૂબ પસદ આવી રહ્યો છે. હિના ખાનની આ તસવીરોને અત્યાર સુધીમાં લાખોમાં લાઈક્સ મળી ચૂકી છે.


