મુંબઈ
જર્મનીએ ૨૦૨૪માં રમાનારી યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ (યૂરો કપ)ના લોગોને એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન જારી કર્યો હતો. ર્બિલનના ઓલિમ્પિયા સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં કેટલાક ઔવીઆઇપી તથા મીડિયા કર્મચારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ફૂટબોલપ્રેમીઓને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આ લોગો હેનરી ડેલાઉને કપની રૃપરેખા છે જેની બહાર ઓલિમ્પિયા સ્ટેડિયમની છતને ઇંડા આકારમાં દેખાડવામાં આવી છે. તેમાં યુરોપિયન ફૂટબોલ ફેડરેશન યુએફા સાથે સંકળાયેલા ૫૫ દેશના ધ્વજના રંગો પણ દેખાડવામાં આવ્યા છે. ટ્રોફીની ચારેય બાજુએ ૨૪ પાસાં છે જે ૨૪ ટીમોનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રસંગે ટૂર્નામેન્ટના તમામ ૧૦ યજમાન શહેર ર્બિલન, કોલોન, ડોર્ટમન્ડ, ડુસેલડોર્ફ, ફ્રેન્કફર્ટ, ગ્લેસનકેર્ચન, હેમ્બર્ગ, લીપજિંગ, મ્યૂનિચ અને સ્ટુટગાર્ટના લોગો પણ જારી કરવામાં આવ્યા હતા. યૂરો કપની શરૃઆત ૧૯૬૦માં થઇ હતી. ૨૦૨૦માં તેના ૬૦ વર્ષ પૂરા થયા હતા પરંતુ કોરોનાના કારણે ટૂર્નામેન્ટને ૨૦૨૧ સુધી સ્થગિત કરવી પડી હતી. ૬૦ વર્ષ પૂરા થવાની ઉજવણી અને તેની સાથે જાેડાયેલી પરંપરાનું સન્મનાન કરવા માટે યુએફાએ ૨૦૨૧માં યોજાનારી આ ચેમ્પિયનશિપને યૂરો ૨૦૨૦નું જ નામ આપ્યું છે. ઇટાલીએ યૂરો કપ ૨૦૨૦ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૨થી હરાવીને ૫૩ વર્ષના લાંબા ગાળા બાદ ટ્રોફી જીતી હતી.
