Maharashtra

વરુણ ધવન કિયારાની ફિલ્મ શેરશાહના ગીતોનો દિવાનો થયો

મુબઈ
કિયારા અડવાણી બોલિવૂડની સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં ભુલ ભુલૈયા ૨ અને શશાંક ખેતાનની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ, કિયારા હાલમાં જુગ જુગ જીઓ નું શૂટિંગ કરી રહી છે. જે પછી તે એસ શંકરની આરસી -૧૫ શરૂ કરશે તેની છેલ્લી રિલીઝ થયેલી શેરશાહ ની સફળતા પર સવાર થઈને, કિયારા અડવાણી માત્ર પ્રેક્ષકો પર જ નહીં, પણ તેના સહ-કલાકારો પર પણ પોતાનો જાદુ ચલાવી રહી છે. જુગ જુગ જીઓના સેટ પર કિયારાના ફીવરની ઝલક આપતો વરુણ ધવને એક વીડિયો પોસ્ટ કર્યો છે. એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, વરુણ ધવન કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિનને કિયારા વિશે પૂછતા જાેવા મળે છે. જ્યાં તે અભિનેત્રીના ચાર્ટબસ્ટર ‘કી રાતાં લામ્બિયાં’ સાથે જવાબ આપે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેરશાહ ૧૫ ઓગસ્ટના રોજ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કારગિલના પરમ વીર કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત તેમની વાસ્તવિક જીવનકથા છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેપ્ટન વિક્રમ બત્રાએ કારગિલની ટોચ પર બેઠેલા પાકિસ્તાની ઘૂસણખોરોને મારી નાખ્યા હતા અને ફરીથી ત્યાં દેશનો તિરંગો ફરકાવ્યો હતો અને પોતે શહીદ થઈને અમર બન્યા હતા. ફિલ્મની વાર્તાની સાથે સાથે તેનું સંગીત પણ હિટ રહ્યું અને તેના ગીતો લોકોના દિલમાં વસી ગયા. એવું કહી શકાય કે અત્યાર સુધી આ ૨૦૨૧ ની સૌથી સફળ મ્યુઝિકલ ફિલ્મ છે. તેના ગીતો પર, લોકોએ જબરદસ્ત ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અને યુટ્યુબ પર શોર્ટ્‌સ બનાવ્યા હતા અને બાળકો પણ કિયારાના અભિનયના એટલા દિવાના થયા હતા કે તેઓએ પણ તેની જેમ અભિનય કરવાનું શરૂ કર્યું. કિયારા અડવાણી શેરશાહમાં ડિમ્પલ ચીમા તરીકેના પ્રભાવશાળી અભિનય માટે સર્વત્ર સરાહના અને પ્રશંસા મેળવી રહી છે. કિયારાએ તેમની શાનદાર ઈમોશનલ સીક્વેન્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન રજૂ કરીને પોતાની શૈલીથી સમગ્ર રાષ્ટ્રને મંત્રમુગ્ધ કરી દીધું છે. અત્યારથી પુરસ્કારો એકઠું કરવાની શરૂઆત કરીને, કિયારા અડવાણીએ તાજેતરમાં બહુપ્રતિક્ષિત સ્મિતા પાટિલ ગ્લોબલ મેમોરિયલ એવોર્ડ મેળવ્યો.

kiara-advani-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *