મુંબઈ
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ગયા મહિને એટલે કે ૨જી ઓક્ટોબરે દ્ગઝ્રમ્ની કસ્ટડીમાં આવ્યો હતો. દ્ગઝ્રમ્એ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝ શિપમાં જઈ રહેલી રેવ પાર્ટીમાંથી આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત ૮ લોકોની ધરપકડ કરી હતી. જાેકે આર્યનને લાંબી કાનૂની લડાઈ બાદ ૨૮ ઓક્ટોબરે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.અભિનેતા શાહરૂખ ખાન અને ગૌરી ખાને ડ્રગ્સના કેસમાં ફસાયેલા દીકરા આર્યન ખાનની જેલમાંથી બહાર આવ્યા પછી ભલે રાહતનો શ્વાસ લીધો હોય, પરંતુ આર્યન ખાનને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેમાંથી બહાર આવવામાં કદાચ તેને સમય લાગશે. એવા રિપોર્ટ છે કે ડ્રગ્સના કેસમાં જેલની સજા ભોગવ્યા બાદ શાહરૂખના પુત્ર એકલો રહેવાનું પસંદ કરે છે. તે ન તો વધારે વાત કરે છે અને ન તો કોઈને મળે છે. આર્યનના મિત્રના કહેવા પ્રમાણે, ‘આર્યન કોઈની સાથે વધારે વાત નથી કરતો. મોટાભાગે તે તેના રૂમમાં જ રહે છે, ન તો બહાર જાય છે કે ન ફરે છે. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તે તેના મિત્રોને મળવા માટે બહાર જતો નથી. આર્યન પહેલેથી જ ઘણો શાંત છોકરો હતો, પણ હવે તે વધુ શાંત થઈ ગયો હતો. આર્યનને જામીન મળ્યાને અઠવાડિયા વીતી ગયા છે, પરંતુ તે હજુ પણ તે બધી બાબતોમાંથી બહાર આવ્યો નથી. હાલમાં પરિવાર પણ આર્યનને તે ઈચ્છે તે રીતે રહેવા દે છે. સુત્રો અનુસાર ફક્ત આર્યન માટે બોડીગાર્ડ રાખવાની હજુ સુધી કોઈ યોજના નથી. હાલમાં, શાહરૂખ તેના પુત્રને પૂરો સમય આપે છે અને તેણે તેના તમામ શૂટ હાલ માટે સ્ટોપ રાખ્યા છે. અત્યારે તે ફક્ત તેના પુત્ર સાથે રહેવા માંગે છે.
