Maharashtra

કોટનમાં 46,525 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.700નું ગાબડું

સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટડોઃ મેન્થા તેલમાં સુધારોઃ સીપીઓ, રબર, કપાસના વાયદા નરમઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 85 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 159 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,70,551 સોદાઓમાં કુલ રૂ.14,869.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 85 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 159 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 52,676 સોદાઓમાં કુલ રૂ.3,323.14 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,570ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,000 અને નીચામાં રૂ.47,561 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.361 વધી રૂ.47,948ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.199 વધી રૂ.39,099 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 વધી રૂ.4,845ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,632 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,920 અને નીચામાં રૂ.61,632 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.136 વધી રૂ.61,776 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.13 વધી રૂ.61,945 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.417 ઘટી રૂ.61,837 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 12,788 સોદાઓમાં રૂ.2,392.15 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.85 ઘટી રૂ.210.20 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.45 વધી રૂ.275ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.20 ઘટી રૂ.731.05 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.5 વધી રૂ.1,568.40 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 62,068 સોદાઓમાં કુલ રૂ.5,793.58 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,311ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,320 અને નીચામાં રૂ.5,056 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.214 ઘટી રૂ.5,129 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.16.50 ઘટી રૂ.351.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,226 સોદાઓમાં રૂ.458.18 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,749ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1749 અને નીચામાં રૂ.1725 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.51 ઘટી રૂ.1,737 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.19,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.19,100 અને નીચામાં રૂ.19,100 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.383 ઘટી રૂ.19,100ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,128ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1128.70 અને નીચામાં રૂ.1125.70 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3 ઘટી રૂ.1126 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.70 વધી રૂ.942.80 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.700 ઘટી રૂ.30,690 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,297 સોદાઓમાં રૂ.1,856.77 કરોડનાં 3,855.283 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 39,379 સોદાઓમાં કુલ રૂ.1,466.37 કરોડનાં 234.125 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.221.87 કરોડનાં 10,515 ટન, જસતના વાયદાઓમાં રૂ.360.83 કરોડનાં 13,185 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,121.58 કરોડનાં 15,342.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.600.66 કરોડનાં 3,886.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.87.21 કરોડનાં 4,695 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 41,487 સોદાઓમાં રૂ.4,500.91 કરોડનાં 87,44,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,581 સોદાઓમાં રૂ.1,292.67 કરોડનાં 3,65,08,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 1,379 સોદાઓમાં રૂ.145.07 કરોડનાં 46525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 90 સોદાઓમાં રૂ.4.38 કરોડનાં 46.44 ટન, રબરના વાયદાઓમાં 29 સોદાઓમાં રૂ.0.58 કરોડનાં 31 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,726 સોદાઓમાં રૂ.308.08 કરોડનાં 28,080 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 12,609.602 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 547.341 ટન, એલ્યુમિનિયમમાં 12,360 ટન, જસત વાયદામાં 8,945 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,217.500 ટન, નિકલ વાયદામાં 2,553 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,615 ટન, ક્રૂડ તેલમાં 8,09,600 બેરલ અને નેચરલ ગેસમાં 80,60,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 96 ટન, કોટનમાં 133375 ગાંસડી, મેન્થા તેલમાં 337.32 ટન, રબરમાં 61 ટન, સીપીઓમાં 85,560 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,865 સોદાઓમાં રૂ.153.28 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 702 સોદાઓમાં રૂ.52.51 કરોડનાં 740 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 805 સોદાઓમાં રૂ.76.40 કરોડનાં 913 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,735 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 634 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,170ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,224 અને નીચામાં 14,139ના સ્તરને સ્પર્શી, 85 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 53 પોઈન્ટ વધી 14,200ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,777ના સ્તરે ખૂલી, 159 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 44 પોઈન્ટ ઘટી 16,760ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 37,928 સોદાઓમાં રૂ.2,749.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.109.64 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.29.60 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,609.63 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *