Maharashtra

મહારાષ્ટ્રમાં ઈમ્યુનિટી બૂસ્ટરના નામે ગધેડીનું દૂધ વહેંચી કમાણી

હિગોલી
માગ વધવાના કારણે આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો હિંગોલી આવીને ગલીએ-ગલીએ ફરીને ગધેડીનું દૂધ વેચી રહ્યા છે. દૂધ વેચનારાઓ કહે છે કે એક ચમચી દૂધ પીવો અને તમામ પ્રકારની બીમારીઓમાંથી મુક્ત થાઓ. આ ચમત્કારિક દૂધ છે અને એને પીવાથી ઘણ ફાયદા થાય છે. ગધેડીનું દૂધ વેચનારાઓનો દાવો છે કે તેનાથી બાળકોને ન્યુમોનિયા થતો નથી. આ સિવાય તાવ, ખાંસી, કફ જેવી બીમારીઓમાં પણ ગધેડીનું દૂધ કોરોનાના દર્દીની ઈમ્યુનિટી વધરવાનું કામ કરે છે. ગધેડીનું દૂધ વેચનાર બાલાજી મેસવાડે જણાવ્યું કે તાજુ દૂધ કાઢીને વેચવામાં આવે છે. તે ઘણી બીમારીઓ પર અસરકારક છે. એક ચમચી દૂધની કિંમત ૧૦૦ રૂપિયા અને એક લિટર દૂધ ૧૦ હજાર રૂપિયામાં વેચવામાં આવે છે. ગધેડીનું દૂધ ચામડી અને શરીર બંને માટે પોષક તત્વોથી ભરપૂર છે. નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઈક્વાઈન ના રિસર્ચ મુજબ, માતાના દૂધમાં જે પોષક તત્વ હોય છે, તે જ પોષક તત્વ ગધેડીના દૂધમાં પણ હોય છે. બકરી, ઉટડી અને ભેંસના દૂધની સરખામણીમાં આ દૂધની ગુણવતા વધુ સારી છે. તેમના દૂધમાં ફેટ હોતુ નથી. આ સિવાય એન્ટી-ઓક્સિડન્ટની માત્રા ગધેડીના દૂધમાં વધુ હોય છે. તે ઘણા રોગો સામે લડવામાં સક્ષમ છે. બાળકોની પાચનશક્તિ વધારવામાં આ દૂધ રામબાણ છે. તેનાથી સ્કીન વધુ સોફ્ટ થાય છે અને ઘણા ચામડીના રોગથી બચી શકાય છે. રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે. તેમાં એન્ટી એજિંગ, એન્ટી ઓક્સિડન્ટ અને આ સિવાયના પણ ઘણા ઔષધીય તત્વ હોય છે. સ્થાનિક ડોક્ટર વી એન રોડગેનું કહેવું છે કે ગધેડીનું દૂધ પીવાથી કોરોના જેવી મહામારીથી સાજા થઈ જવાય છે, તે વાત બિલકુલ ખોટી છે. કેટલાક લોકો પૈસા માટે ખોટો પ્રચાર કરી રહ્યાં છે. સરકારે આવા લોકો પર લગામ લગાવવી જાેઈએ અને આપણે પણ આંખ બંધ કરીને ભરોસો કરવો ન જાેઈએ. લોકોએ આ માટે પૈસા ખર્ચવા ન જાેઈએ. બીમાર થવા પર ડોક્ટરને બતાવો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો.કોરોના સંક્રમણની ત્રીજી લહેરની વચ્ચે મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં ગધેડીનું દૂધ ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. દૂધ વેચનારનો દાવો છે કે ગધેડીનું દૂધ પીવાથી શરીરમાં ઈમ્યુનિટી વધે છે અને એનાથી કોરોના જેવી મહામારીમાંથી બચી શકાય છે. આ ગધેડીનું દૂધ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *