મુંબઈ
અમેરિકાની ત્રીજી ક્રમાંકિત ડેનિયલ કોલિન્સે બેલ્જિયમની ગ્રીટ મિનેનને ૬-૧, ૬-૨થી હરાવી હતી. બેલ્જિયમની એલિસન વાન, રોમાનિયાની જેકલિન ક્રિસ્ટિયન તથા રશિયાની વેરોનિકા કુદરમેત્સોવાએ પણ મુકાબલો જીત્યા હતા. યુએસ ઓપન ચેમ્પિયન એમા રાડૂકાનુ અપર ઓસ્ટ્રિયા લેડીઝ લિંઝ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં ચાઇનીઝ ક્વોલિફાયર વેંગ શિન્યૂ સામે હારી ગઈ હતી.ર્ વેંગે બ્રિટિશ ખેલાડીને ત્રણ સેટ સુધી રમાયેલા મુકાબલામાં ૬-૧, ૬-૭, ૭-૫થી પરાજય આપ્યો હતો. રાડૂકાનુને કોઈ ડબ્લ્યૂટીએ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ટોચનો ક્રમાંક આપવામાં આવ્યો હતો. વેંગ ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાની આઠમી ક્રમાંકિત એલિસન રિસ્કે સામે ટકરાશે જેણે એલિઝ કોર્નેટને કોઈ પણ મુશ્કેલી વિના ૬-૪, ૬-૪થી હરાવી હતી. બીજી ક્રમાંકિત સિમોના હાલેપે બેલારસની એલેકસાન્દ્રા સાસનોવિચને ૭-૫, ૬-૪થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેનો આગામી મુકાબલો ઇટાલીની જાસ્મિન પાઓલિની સામે થશે.


