Maharashtra

વિદ્યુત જામ્વાલની ફિલ્મનું શુટીંગ પુરુ

મુંબઈ
ગયા વર્ષે ડિજીટલ પ્લેટફોર્મ પર આવેલી તેની ફિલ્મ ખુદા હાફીઝ દર્શકોને ખુબ ગમી હતી. હવે તેની સિકવલ ખુદા હાફિઝ ચેપ્ટર ૨-અગ્નિ પરિક્ષા આવી રહી છે. આ ફિલ્મનું શુટીંગ તાજેતરમાં જ વિદ્યુત લખનૌ ખાતે પુરૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે શિવાલિકા ઓબેરોય મુખ્ય ભુમિકામાં છે. ફારૂક કબીર નિર્દેશીત આ ફિલ્મનું નિર્માણ કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠકે કર્યુ છે. એકશન કિંગ તરીકે જાણીતા વિદ્યુત જામવાલની એક પછી એક ફિલ્મો આવી રહી છે. ફિલ્મની ટીમે પુરો વિશ્વાસ આપ્યો હતો કે સમય પ્રમાણે ફિલ્મનું શૂટિંગ પુરું કરી લઇશું, અને એમ જ થયું હતું. અમને એ વાતની ખુશી છે કે જેટલા દિવસોની અપેક્ષા હતી એના કરતાં વહેલા અમે શુટીંગ પુરું કરી લીધું છે. ની અંદર જ શેડ્યુલ પૂરું કરી લીધું છે. ટીમને પણ એ જ અપેક્ષા છે કે તેઓ દર્શકોને અદ્ભુત ઍકશન દેખાડવાનો અનુભવ આપે.’ ફિલ્મ વિશે ફારૂક કબીરે કહ્યું હતું કે હું એટલું કહેવા માગુ છું કે લખ લખનૌમાં અમારો સારો અનુભવ રહ્યો હતો. અમે બે મહિના સુધી એક પરિવારની જેમ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *