Gujarat

કોરોના ના કારણે અટકી પડેલી ફિલ્મો રીલીઝ થવાની તૈયારીમા

મુંબઈ
રણબીર કપૂરની ૮૩ અને સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-ધ રાઇઝ એક જ દિવસે એટલે કે સત્તરમી ડિસેમ્બરે રિલીઝ થશે. પુષ્પા પહેલા નાતાલ પર રિલીઝ થવાની હતી. પરંતુ નિર્માતાઓ ઝડપથી પોતાની ફિલ્મો પ્રદર્શીત કરવા તત્પર છે. ‘૮૩’ ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા પહેલા વર્લ્‌ડ કપ પર આધારિત છે. ‘પુષ્પા’માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ જાેવા મળવાનાં છે. કોરોનાને કારણે અટકી પડેલી અનેક મોટી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. આ કારણે મોટી ફિલ્મો વચ્ચે ટક્કર પણ થઇ શકે તેમ છે. . ફિલ્મના નિર્માતા નવીન યેરનેની અને વાય. રવિ શંકરે કહ્યું કે અમારો પ્રયાસ લોકોને મનોરંજન પુરું પાડવાનો છે. ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરીને તેમને યાદગાર અનુભવ આપવાનો છે. આ ફિલ્મમાં ચોરીની અનોખી સ્ટોરી દેખાડવામાં આવશે. આવી સ્ટોરી ભારતીય સિનેમામાં હજી સુધી દેખાડવામાં નથી આવી. આ ફિલ્મમાં આંધ્ર પ્રદેશના રકતચંદનની સ્ટોરી દેખાડવામાં આવશે. ફિલ્મને સુકુમારે ડિરેકટ કરી છે. આ ફિલ્મનો બીજાે પાર્ટ ૨૦૨૨માં રિલીઝ કરવાની શક્યતા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *