ચૂરુ
“અત્યારે બાંગ્લાદેશની પરિસ્થિતિ તેને હાલના અફઘાનિસ્તાન જેવી બની રહી છે. હું એક સ્વાતંત્ર્યસૈનાની છું. હું વકીલ છું. હિંદુ બૌદ્ધ, ખ્રિસ્તી પરિષદના મહામંત્રી. જ્યારે હું ખૂબ ડરી ગયો છું, તેથી તમે કલ્પના કરી શકો છો કે અહીં રહેતા એક સામાન્ય હિન્દુના મનમાં કેવો ગભરાટ હશે. હાલની જે ઘટના બની છે એ હિંદુઓને દેશમાંથી હાંકી કાઢવાનું એક મોટું ષડયંત્ર છે. સાંપ્રદાયિક શક્તિઓ નથી ઇચ્છતી કે લઘુમતીઓ આ દેશમાં રહે. ” આ વાતો આંકડાથી સાબિત થઈ રહી છે. પાકિસ્તાન બનવાના સમયે હિન્દુઓની વસતિ ૨૯.૭% હતી. બાંગ્લાદેશ બનવા સમયે આ ૨૦% આસપાસ આવી ગઈ હતી અને હવે આ ૯% જેટલી લગભગ રહી ગઈ છે. જ્યારે બાંગ્લાદેશ બન્યું ત્યારે પાકિસ્તાની સેનાએ મોટા પ્રમાણમાં હિન્દુઓને ભગાડ્યા અને કચડયા હતા. બાંગ્લાદેશના બંધારણમાં ધર્મનિરપેક્ષ શબ્દ જાેડવામાં આવ્યો હતો, પરંતુ વર્ષ ૧૯૭૭માં જિયા-ઉર-રહેમાનની સેના તાનાશાહી દરમિયાન એક માર્શલ લો નિર્દેશ દ્વારા સેક્યુલરિઝમ (ધર્મનિરપેક્ષ)ને બંધારણમાંથી દૂર કરવામાં આવ્યો. હુસૈન મુહમ્મદ ઇરશાદની અધ્યક્ષતામાં ૧૯૮૮માં બાંગ્લાદેશમાં ઇસ્લામને રાજ્ય ધર્મ તરીકે અપનાવવામાં આવ્યો હતો. “બિનસાંપ્રદાયિકતા”ને “સર્વશક્તિમાન અલ્લાહમાં સંપૂર્ણ વિશ્વાસ” સાથે બદલવામાં આવ્યું હતું. કમ્યુનલ ફોર્સીઝ સરકારની અંદર અને બહાર બંને જગ્યાએ કામ કરી રહી છે. હાલના સમયમાં લઘુમતી સમુદાયમાં કોઈપણ નેતા બાબતે કોન્ફિડન્સ નથી. જાે સરકારે માઈનોરિટીને નહીં બચાવે તો બાંગ્લાદેશ ખૂબ જ જલદી હાલનું અફઘાનિસ્તાન બની જશે. દુર્ભાગ્યની વાત એ છે કે હાલમાં જે હિંસા થઈ રહી છે એમાં સરકારના અનેક નેતાઓ પણ નજરે પડી રહ્યા છે.વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે દુર્ગા પૂજા પર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના સંદર્ભમાં કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. ૧૩થી ૧૭ ઓક્ટોબર વચ્ચે બાંગ્લાદેશમાં મોટે પાયે હિંસા થઈ. દુર્ગા પંડાલો તોડી પાડવામાં આવ્યા હતા. હિન્દુઓનાં ઘરો સળગાવી દેવામાં આવ્યાં હતાં. હિન્દુઓ પર હુમલા થયા. હિંસા હજુ પણ સંપૂર્ણપણે બંધ થઈ નથી. ૧૩ ઓકટોબરની વાત છે. સવારથી જ સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાઇરલ થયો હતો કે કોમિલ્લા શહેરના નાનુઆ દિધિર પર પ્યજા મંડપમાં પવિત્ર કુરાનનું અપમાન થયું છે. બધા એકઠા થાય અને એનો વિરોધ કરવામાં આવે. જાેતજાેતાંમાં હિંસાના સમાચાર મળવા લાગ્યા. ‘હું ચિતગોંગમાં રહું છું. મેં મારી ૨૮ વર્ષની વયમાં અત્યારસુધીમાં આવી હિંસા જાેઈ નથી. મારા ઘરની આસપાસ તો બધું શાંત હતું, પરંતુ શહેરમાં હિન્દુઓનાં ઘર, દુકાનો પર હુમલા ઠગાઇ રહ્યા છે. હુમલા કરનારા લોકોને જે મળ્યું એ લઈ ગયા. મંદિરના તોડવામાં આવી રહ્યું છે. ઘરો પર પથ્થરમારો કરવા લાગ્યા. લોકોનો સમાન, રૂપિયા જે દેખાયું એ લઈ ગયા.’ ‘સરકાર કહી રહી છે કે અમે સ્થિતિ પર નિયંત્રણ મેળવી રહ્યા છીએ, પરંતુ ગ્રાઉન્ડ પર સ્થિતિ એકદમ વિપરીત છે. હિન્દુ હોવાને કારણે અમે પણ ભયભીત હતા. અમને લાગ્યું કે હિંસા ક્યાંક અમારા ઘર સુધી ન પહોંચી જાય. નોઆખાલી વિસ્તારમાં મારા દોસ્ત રહે છે. તેમના ઘરે હુમલો થયો. તેમનાં અનેક સગાં-સંબધી રાતોરાત ઘર છોડીને જતાં રહ્યાં. હાલમાં બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ ખૂબ જ ડરી રહ્યા છે. અનેક લોકો પીડાદાયક જીવન જીવવા માટે મજબૂર છે. અમે સંપૂર્ણપણે અસલામત હોવાનું અનુભવી રહ્યા છીએ, પણ અમારામાંથી કોઈપણ બાંગ્લાદેશ છોડવા નથી માગતા, કારણ કે આ અમારી માતૃભૂમિ છે અને અમે બાંગ્લાદેશી છીએ. અમે અહીં જ સન્માન અને સુરક્ષા સાથે જીવવા માગીએ છીએ. અહીં હિન્દુઓને સરકારની વ્યવસ્થાથી કોઈ મુશ્કેલીઓ નથી. અનેક વિસ્તારોમાં પોલીસે તરત જ સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધો છે, પરંતુ અમને કમ્યુનલ ફોર્સીઝનું જાેખમ છે. અહીં સ્થિતિ હજી પણ સામાન્ય નથી. આજે જ સમાચાર પત્રમાં સમાચાર આવ્યા છે કે હિંસા કરનારાઓની ઓળખ કરવામાં આવી છે, પરતું હજી સુધી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા નથી. અમે ભયભીત છીએ.