International

ઇન્ડોનેશિયામાં નદીનું સફાઇ-કામ કરતા ૧૧ વિદ્યાર્થીઓ ડૂબી ગયા

જાકાર્તા
હવામાન સારૂં હતું અને પૂરનું કોઇ જાેખમ નહોતું. ડૂબી ગયેલા વિદ્યાર્થીઓએ એક-બીજાનો હાથ પકડયો હતો. આથી એક વિદ્યાર્થી ડૂબતા બાકી બધા એની પાછળ ખેંચાઇ ગયા હતા. જાે કે ઘટનાસ્થળે પહોંચી ગયેલા નજીક વસનારા નાગરિકો અને રેસ્ક્યુ ટીમે ૨૧ પૈકી ૧૦ ડૂબતા વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. એમ બાન્દુન્ગ સર્ચ એન્ડ રિસર્ચ ઓફિસના વડા દેડેન રિડવાન્સયાહે કહ્યું. વિદ્યાર્થીઓએ તરવા માટેના કોઇ સાધનો પહેર્યા નહોતા. કેટલાક અહેવાલ અનુસાર, વિદ્યાર્થીઓ નદી પાર કરવા જતાં ડૂબી ગયા હતા.ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતમાં નદીને સ્વચ્છ કરી રહેલા શાળાના ૧૧ વિદ્યાર્થીઓનો પગ લપસતાં તેઓ નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય ૧૦ વિદ્યાર્થીઓને બચાવી લેવાયા. અહીંની ઇસ્લામિક જુનિયર હાઇસ્કૂલના ૧૫૦ પ્રવાસી-વિદ્યાર્થીઓ શુક્રવારે સિલેઉએઉર નદીના કાંઠે સફાઇ-અભિયાનમાં જાેડાયા હતા. આ પૈકીના ૨૧ વિદ્યાર્થીઓનો પગ લપસતાં તેઓ નદીના પાણીમાં પહોંચી ગયા હતા.

Eleven-students-drowned-river-in-Indonesia.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *