ઇઝરાયલ
ઈઝરાયલના દક્ષિણી શહેર બેર્શેબામાં સોરોકા હોસ્પિટલથી માહિતિ આવી છે કે ૬૦ વર્ષના એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર સમયે ૨ અઠવાડિયા બાદ સોમવારે મોત થયું છે. ઈઝરાયલે દેશની અંદર અને બહારની હવાઈ મુસાફરીને પ્રતિબંધિત કરી છે. કોરોના સંક્રમણના પ્રસારને રોકવા માટે અનેક પ્રતિબંધો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે કહ્યું કે તે વૃદ્ધ નાગરિકો અને ગંભીર બીમારી સામે લડી રહેલા લોકો માટે ચોથા બૂસ્ટર ડોઝની મંજૂરી આપવા માટે વિચાર કરી રહ્યા છે. આ માટે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે વાત કરવામાં આવશે. ઈઝરાયલે આ વર્ષની શરૂઆતમાં પોતાની આબાદીને વ્યાપક રીતે વેક્સિનેશન કરનારા દેશમાં પહેલો ગણાવ્યો હતો. ઉનાળામાં બૂસ્ટર ડોઝની પહેલ કરનારો આ પહેલો દેશ હતો. ૯.૩ મિલિયન લોકોની આબાદીવાળા દેશ ઈઝરાયલે કોરોનાથી ૮,૨૦૦ લોકોના મોતની જાણકારી આપી છે. દુનિયાની સાથે સાથે ભારતમાં પણ ઓમિક્રોનના કેસનો આંક ૨૦૦થી ઉપર પહોંચી ચૂક્યો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોન પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે તમામ સરકારો સતર્કતાના ખાસ પગલા લઈ રહી છે. અમેરિકામાં ઓમિક્રોનથી પહેલું મોત થયું છે. મોતનું કારણ ઓમિક્રોન સંક્રમણ માનવામાં આવે છે. જાે કે સત્તાવાર રીતે હજુ સુધી તેની કોઈ જ પૂષ્ટી થઈ નથી. અમેરિકાના કેટલાક ભાગમાં આ આંકડા વધુ છે. ન્યૂયોર્કમાં ૯૦ ટકા નવા કેસની પાછળ ઓમિક્રોન વેરિએન્ટ છે. સીડીસી ડાયરેક્ટર ડો રોશેલ વૈલેસ્કીનું કહેવું છ કે આ આંકડા વધારે છે. પરંતુ તેમાં હેરાન થવાની કોઈ વાત નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાયડને પણ ટિ્વટ કરીને કહ્યું કે ઓમિક્રોન સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમણે લોકોને વેક્સિન લગાવવા અને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે.ઈઝરાયલમાં ઓમિક્રોનથી પહેલા મોતના સમાચાર સામે આવ્યા છે. અહીં સરકારે દેશમાં હવાઈ મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય સરકાર અનેક પ્રકારના કડક પ્રતિબંધ પર વિચાર કરી રહી છે. ઈઝરાયલી સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે દેશમાં ઓમિક્રોનથી પહેલું મોત થયું છે.
