અમેરિકા
સંયુક્ત રાજ્ય અમેરિકા ેંજીછ ના સર્વપ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન બહાદુર અને નીડર હતા. અન્ય પ્રેમી પણ હતા. તેઓએ તેમની તલવાર ઉપર કોતરાવ્યું હતું ‘સત્ય આચર’ બીજી તરફ કોતરાવ્યું હતું ‘નીડર બન’ આમ છતાં તેઓ મૂળભૂત રીતે શાંતિ-પ્રિય હતા. તેઓની શાંતિ-પ્રિય નીતી તેમના જ એક સાથી થોમસ ઝેફર્સનને પસંદ ન પડી. તેમણે ૧૮૧૨માં પોતાની રીપબ્લિકન પાર્ટી સ્થાપી તે અમેરિકાની ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ (ય્ર્ંઁ) કહેવાઈ. તે પક્ષ અમેરિકાને દુર્ઘર્ષ શક્તિ બનાવવા માગતો હતો. તે પછી વૉશિંગ્ટનનાં સાથીઓએ જે પક્ષ રચ્યો તે ડેમોક્રેટિક પાર્ટી કહેવાઈ. જે પ્રમાણમાં શાંતિપ્રિય હતી. ડોનાલ્ડ ટ્રમ્પ નેતા છે. અમેરિકામાં, ૧૯૩૨માં ફેન્કલીન ડીલીનો રૂઝવેલ્ટ ૪ વખત સતત ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ તેઓનાં નિધન પછી (૧૯૪૫) એવો સંવૈધાનિક સુધારો કરાયો કે કોઈ પ્રમુખ બે ટર્મ ૪ ૪ = ૮ વર્ષ પછી પ્રમખપદે ન આવી શકે. પરંતુ તેમાં જાે ગાળો પડે તો તે વ્યક્તિ ફરીથી પ્રમુખ પદ માટે ઊભો રહી શકે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એક જ ટર્મ સત્તા ઉપર રહ્યા હતા. વળી તે પછી ૪ વર્ષનો ગાળો ૨૦૨૪માં પૂરો થતાં, તેઓ ફરી પ્રમુખ પદ માટે ઉભા રહી જ શકે તેમ છે. તેથી તેમના જ પક્ષના રીપબ્લિકન પાર્ટીના સભ્યો તેમને ફરી ચૂંટણી લડવા પ્રેરે છે. તેઓની લોકપ્રિયતાનો આંક અમેરિકાએ, અફઘાનિસ્તાનમાંથી દળો પાછાં ખેંચ્યા પછી માત્ર ત્રણેક મહિનામાં જ વધીને ૫૧% થઇ ગયા છે. જ્યારે તેમના પક્ષમાં (રીપબ્લિકન્સમાં) તો તેમના તરફી આશરે ૭૦ ટકા જેટલા છે, તેઓ તેમને ચૂંટણી લડવા પ્રેરે છે. મોર્નિંગ કન્સલ્ટ/પોલિટિકો પોલ નામની એક રાજકીય સમીક્ષા સંસ્થાઓ, યોજેલા જન-મતમાં ૧૯૯૯ મતદારોના મંતવ્ય-મત લીધા હતા. જે ૮-૧૦-૨૦૨૧ના દિને એકત્રિત કરાયા છે. તે પ્રમાણે ૫૧% રીપબ્લિકન્સ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તા ઉપર આવે તેમ ઇચ્છે છે જ્યારે રીપબ્લિકન્સના ટેકેદારો પૈકી તો ૮૨% એવો મત ધરાવે છે કે ટ્રમ્પ જ પાછા પ્રમુખ પદે આવે. સ્વીકાર્ય છે કે, ૨૦૨૪ની ચૂંટણીને ઘણીવાર છે. પરંતુ જે રીતે જાગતિક પરિસ્થિતિ પરિવર્તન લઇ રહી છે તે જાેતાં, એવું લાગે છે કે અમેરિકામાં ટ્રમ્પનો ગ્રાફ વધતો જશે, તો બીજી તરફ અનેક આરોહ-અવરોહ છતાં એ નરેન્દ્ર મોદીને લીધે ભલે કટોકટ તો કટોકટ તે રીતે પણ ભાજપ ભારતમાં બહુમતી મેળવી જાય તેવી પૂરી સંભાવના છે. પરિણામે નરેન્દ્ર મોદી જ ફરી એક વખત સત્તાધીશ બની જ શકે. સાથે તે કદીયે ભૂલવું ના જાેઇએ કે યુદ્ધો કંઈ રાતોરાત થતાં નથી. તે પહેલાં વર્ષોથી તેની પૂર્વભૂમિકા રચાતી હોય છે. જેમ કે પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪)ની પૂર્વ ભૂમિકા તો ૧૯૦૨થી બંધાવી શરૂ થઇ ગઇ હતી. જ્યારે ૧૧-૧૧-૧૯૧૮ના દિને પ્રથમ વિશ્વયુદ્ધ થયેલી શાંતિ સંધિની દ્વિતીય વિશ્વ યુદ્ધ માટેની પૂર્વ ભૂમિકા સમાન બની ગઈ હતી. અત્યારે તાલિબાનો, આઈ.એસ. પાકિસ્તાનની લશ્કરી જાસૂસી સંસ્થા, ૈંજીૈં (ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ)ની કાર્યવાહી તથા ચીન દ્વારા લડાખથી શરૂ કરી છેક તૈવાન અને ફીલિપાઇન્સ સુધી હાથ ધરાયેલી લશ્કરી પ્રવૃત્તિ, આગામી મહાયુદ્ધની પૂર્વભૂમિકા બાંધી રહ્યાં છે તે નિશ્ચિત છે. આ સંયોગોમાં બાયડને જેવા નેતાને સ્થાને ટ્રમ્પ જેવા નેતાની જરૂર છે. ભારતને પણ મોદી જેવાની જરૂર છે. રાહ જાેવી પડશે બે વર્ષ સુધી.ઇ.સ. ૨૦૨૪નું વર્ષ વિશ્વ માટે અવિસ્મરણીય બની રહે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે. વિશ્વભરના તમામ જાગૃત નાગરિકો, તાલિબાનો અને ઇરાક-સીરીયામાં ૈંજી ખિલાફતના ત્રાસવાદીઓથી તંગ આવી ગયા છે. તો પૂર્વમાં ચીનની સતત વધી રહેલી ‘દાદાગીરી’થી સચિંત બની રહ્યા છે. સ્વીકાર્ય છે કે, તાલિબાન ૈંજી કે નાઇજીરિયાના બોકોહરામ તથા ભારતમાં સક્રિય રહેલાં લશ્કર-એ-તોઇબા જેવાં કે ઇન્ડિયન મુજાહીદ્દીનની કામો-કાર્યવાહી માત્ર તે વિસ્તારો પૂરતી જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશો માટે ભયાવહ છે. પરંતુ ચીન દ્વારા તૈવાન અને ફિલિપાઇન્સ સુધી કરેલો પગ-પેસારો અને દક્ષિણ ચીન સમુદ્ર પોતાનો જ છે તેમ કહી ત્યાં સ્થાપેલા કૃત્રિમ ટાપુઓ જ્યાં યુદ્ધ વિમાનો પણ ચઢાણ ઉતરાણ માટે સુવિધા છે. તે વિશ્વ માટે ચૌથી વધુ ભયાવહ છે. તે સામે, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતે ‘ચતુષ્ટક’ (ક્વોડ) રચી ‘મોરચા’ બાંધવાની શરૂઆત કરી દીધી છે. આ પરિસ્થિતિની સીધી અસર, અમેરિકામાં ૨૦૨૪માં યોજાનારી પ્રમુખ પદની ચૂંટણી અને ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી ઉપર પડી જ શકે તે નિઃશંક છે. વાસ્તવમાં જાે બાયડને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછાં ખેંચવા લીધેલા ર્નિણયથી પહેલાં તો અમેરિકાના નાગરિકોએ શાંતિનો શ્વાસ લીધો. પરંતુ પછીથી તાલિબાનો દ્વારા અમેરિકાની જે ઠેકડી ઉડાડવામાં આવી અને, અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ જે જાેર-જુલ્મી ત્યાં સ્થિર થયેલી લઘુમતિ અને પોતાના દેશની જ મહિલાઓ ઉપર ક્રૂરતા આચરવી શરૂ કરી તે સાથે વિશ્વની સૌથી સબળ અને સૌથી સમૃદ્ધ સત્તા અમેરિકાના નાગરિકોનાં માનસમાં પરિવર્તન આવવા લાગ્યું. આ સાથે, જાે બાયડનનો લોકપ્રિયતા આંક ઘટતો ગયો જે અફઘાનિસ્તાનમાંથી દળો પાછા ખેંચી લેવાના સમયે, ૭૦ ટકા જેટલો હતો. તે ઘટી ગયો. ૪૮% જેટલા અમેરિકન્સ તો તેમને પ્રમુખ તરીકે, ઇચ્છતાં જ નથી. આ રોઇટર્સ/ઇપ્સોસ દ્વારા હાથ ધરાયેલાં સર્વેક્ષણથી જાણવા મળ્યું છે.


