સાઉથઆફ્રિકા
દક્ષિણ આફ્રિકાથી પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરતા ભારતીય ખેલાડીઓની કુલ સંખ્યા ૭ છે. પ્રવીણ આમરે ૧૯૯૨માં જ્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રથમ પ્રવાસ પર હતી, ત્યારે પ્રવીણ આમરેએ ડરબનમાં રમાયેલી પહેલી જ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રવીણ આમરેએ આ તકને બંને હાથે ઝડપી લીધી અને પ્રથમ જ દાવમાં સદી ફટકારી. ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ અને આમરેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો. ૧૯૯૨ના પ્રવાસ પર ડરબનમાં રમાયેલી ટેસ્ટ, જેમાં પ્રવીણ આમરેનું પદાર્પણ થયું હતું, અજય જાડેજાનું પણ ડેબ્યુ થયું હતું. જાેકે, જાડેજાનો ડેબ્યુમાં આમરે જેવો ધમાકો નહોતો. અને, તે ડ્રો ટેસ્ટમાં માત્ર ૩ રન બનાવી શક્યો હતો. કર્ણાટકથી આવતા આ બોલરે ૧૯૯૭માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. કેપટાઉનમાં રમાયેલી આ મેચમાં ડોડા ગણેશ બંને ઈનિંગ્સને જાેડીને માત્ર ૧ વિકેટ લઈ શક્યો હતો. આ ટેસ્ટમાં ભારતને ૨૮૨ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વીરેન્દ્ર સેહવાગઃ જ્યારે ભારતે ૨૦૦૧માં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો ત્યારે તેમાં વીરેન્દ્ર સેહવાગનું ડેબ્યુ જાેવા મળ્યું. સેહવાગે બ્લૂમફોન્ટેનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરતી વખતે સદી ફટકારી હતી. અને, દક્ષિણ આફ્રિકામાં આવું કરનાર બીજા ભારતીય બન્યા. પ્રથમ દાવમાં ૧૦૫ રન બનાવવા સિવાય સેહવાગે બીજી ઈનિંગમાં ૩૧ રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ આ ટેસ્ટ ૯ વિકેટે જીતી હતી. દીપ દાસગુપ્તાઃ આ ભારતીય વિકેટ-કીપર બેટ્સમેનનું ડેબ્યૂ પણ ૨૦૦૧ના પ્રવાસ દરમિયાન બ્લૂમફોન્ટેનમાં રમાયેલી એ જ ટેસ્ટમાં થયું હતું, જેની સાથે સેહવાગે કર્યું હતું. દીપ દાસગુપ્તાએ પ્રથમ દાવમાં ૩૪ રન અને બીજા દાવમાં માત્ર ૪ રન બનાવ્યા હતા. જયદેવ ઉનડકટઃ જ્યારે ભારતે ૨૦૧૦માં એમએસ ધોનીના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો ત્યારે સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઉનડકટનું ડેબ્યુ જાેવા મળ્યું હતું. ભારત માટે ઉનડકટની આ છેલ્લી ટેસ્ટ પણ હતી. આ મેચમાં ઉનડકટને કોઈ સફળતા મળી ન હતી. જ્યારે ભારત આ મેચ ઇનિંગ્સ અને ૨૫ રને હારી ગયું હતું. જસપ્રિત બુમરાહઃ વર્ષ ૨૦૧૮માં જ્યારે ભારતે વિરાટ કોહલીના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો ત્યારે જસપ્રિત બુમરાહનું ડેબ્યૂ તેના પર જાેવા મળ્યું હતું. કેપટાઉનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બુમરાહે બંને ઇનિંગ્સમાં ૪-૪ વિકેટ ઝડપી હતી. જાેકે, ભારતને આ ટેસ્ટ ૭૨ રને હારવી પડી હતી.
