National

પાકિસ્તાનના કરાચીની બેકરીએ કેક પર મેરી ક્રિસમસ લખવાનું નકાર્યું

પાકિસ્તાન
એક ખ્રિસ્તી વ્યક્તિ કરાચી અને પાકિસ્તાનની પ્રખ્યાત બેકરી ડેલિઝિયા પહોંચ્યા. ત્યાં તેમણે એક મોટી કેક ખરીદી હતી. કેક ખરીદયા પછી, એ વ્યક્તિને કાઉન્ટર પર હાજર કર્મચારીને કેક પર મેરી ક્રિસમસ લખવા માટે કહ્યું. કર્મચારીએ તેના પર મેરી ક્રિસમસ નામ લખવા માટે ના પાડી દીધી હતી. મેનેજમેન્ટ તરફ થી એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈપણ કેક પર મેરી ક્રિસમસ લખવું જાેઈએ નહીં. આ ખ્રિસ્તી ઘરે પરત ફર્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કહ્યું કે જાે લઘુમતીઓ માટે આટલો જ તિરસ્કાર છે તો આ બેકરીઓએ ક્રિસમસ કેક બનાવવાનું જ બંધ કરી દેવું જાેઈએ.જાે ધર્મની આપણે આટલી જ ચિંતા હોય તો આપણે લોકોએ પૈસા પણ ન કમાવવા જાેઈએ. એક અન્ય મહિલાએ કરાચીમાં આંટી મુન્વ્વર બેકરી પર આવા જ આરોપ લગાવ્યો હતો. ડેલિઝિયા બેકરીએ આરોપો પર કહ્યું છે કે – તેને કંપનીની પોલિસી ન ગણવી જાેઈએ. આ એક કર્મચારીની ભૂલ છે. મેરી ક્રિસમસનો અર્થ જ હેપ્પી ક્રિસમસ કહેવું છે. કંપની હવે કંઈપણ જ સ્પષ્ટ કરવું જાેઈએ કે, પરંતુ સત્ય એ છે કે ત્રણ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૮માં પણ આ જ બેકરીએ ક્રિસમસ કેક પર મેરી ક્રિસમસ લખવા માટે ના પાડી દીધી હતી અને ત્યારે પણ કરાચી ફૂડ ડાયરી નામના એક સોશિયલ મીડિયા ગ્રુપે આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઘટના પછી ઘણા લોકોને ડેલિઝિયા અને આંટી મુનવ્વર બેકરીના આ વર્તન પર સવાલ ઉઠાવ્યા હતા. એક યુઝરે કહ્યું કે – બેકરીએ યાદ રાખવું જાેઈએ કે તે યુરોપ અને અમેરિકામાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરે છે જેમકે ક્રીમનો ઉપયોગ કરે છે. આ પણ બંધ કરો. આવા ખરાબ કૃત્યો કરનાર બેકરીનો બહિષ્કાર કરો. એક મહિલા યુઝરે કહ્યું કે શું ખ્રિસ્તીઓ ઓછા પાકિસ્તાની છે કે ઓછા દેશભક્ત છે. આ તો ભેદભાવ છે. ડોક્ટર આનિયા નામના યુઝરે લખ્યું કે – પાકિસ્તાનની સૌથી મોટી સમસ્યા ધાર્મિક કટ્ટરતા છે. આશા છે કે તેઓ ધીરજ રાખશે.પાકિસ્તાનમાં ધાર્મિક કટ્ટરતા એટલી હદે વધી રહી છે કે લઘુમતીઓને તહેવારની ઉજવણી કરવી મુશ્કેલ બની રહી છે. કરાચીની ૨ બેકરીઓને ક્રિસમસ કેક પર ‘મેરી ક્રિસમસ’ લખવા માટે નકારી દીધું. આ બંને બેકરી માત્ર કરાચીની જ નહીં પરંતુ પાકિસ્તાનની પણ પ્રખ્યાત બેકરી માનવામાં આવે છે. જે વ્યક્તિ સાથે આ ઘટના બની હતી, તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેની જાણકારી આપે છે. ત્યારબાદ ઘણા લોકોને બેકરીઓના આ વર્તન પર સવાલ ઉઠાવ્યા છે,પરંતુ નવા પાકિસ્તાન અને ધાર્મિક સ્વતંત્રતાનું વચન આપનાર ઇમરાન ખાન અને તેમની સરકાર હજુ પણ આ બાબતે મૌન છે.

Imran-khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *