Delhi

ઔવેસીના નિવેદનનો ભાજપનો જડબાતોડ જવાબ

નવીદિલ્હી
ઓવૈસીએ કહ્યું કે અમે યાદ રાખીશું.પરિસ્થિતિ બદલાશે. તો પછી તમને બચાવવા કોણ આવશે? જ્યારે યોગી તેમના મઠમાં જશે અને મોદી પહાડો માં જશે ત્યારે કોણ આવશે? યાદ રાખો અમે બોલીશું નહીં. ઓવૈસીની આ ધમકી પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપી છે. સંબિત પાત્રાએ ટ્‌વીટ કર્યું, ‘તમે કોને ધમકી આપી રહ્યા છો? હા મિયાં? યાદ રાખો, જ્યારે પણ ઔરંગઝેબ અને બાબર આ વીર ભૂમી પર આવ્યા ત્યારે આ માતૃભૂમિના ગર્ભમાંથી કોઈ વીર શિવાજી, મહારાણા પ્રતાપ, મોદી-યોગી ઊભા રહેશે. સાંભળો! અમે ત્યારે પણ ડર્યા ન હતા મુગલોથી કે જિન્નાથી નથી ડર્યા તો તમારાથી શું ખાખ ડરીશુ ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અગાઉ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પુરી તાકાત લગાવી દીધી છે. દરમિયાન અસદુદ્દીન ઓવૈસી ઝ્રસ્ યોગી આદિત્યનાથને સીધી ટક્કર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.છૈંસ્ૈંસ્ ચીફ અસદુદ્દીન ઓવૈસીનો સોશિયલ મીડિયા પર વિવાદિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જનસભાને સંબોધિત કરતી વખતે યુપી પોલીસને ધમકીભર્યા સ્વરમાં ચેતવણી આપતા જાેવા મળે છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું તે પોલીસકર્મીઓને કહેવા માંગે છે જેઓ મુસ્લિમોની દાઢી ખેચી રહ્યા છે. ઝ્રસ્ યોગી હંમેશા યુપીમાં આદિત્યનાથ મુખ્યમંત્રી રહેશે નહીં અને દેશના વડાપ્રધાન હંમેશા મોદી રહેશે નહીં. મુસ્લિમોની દાઢી ન પકડો. ઓવૈસીએ યુપી પોલીસને ધમકાવતા કહ્યું કે જ્યારે પરિસ્થિતિ બદલાશે ત્યારે કોણ બચાવશે? અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ખરાબ સમયને કારણે મુસ્લિમો ચૂપ છે પરંતુ યાદ રાખો કે અમે તમારા જુલમને ભૂલી જવાના નથી. અમે તમારા અત્યાચારોને યાદ કરીશું. અલ્લાહ તમારો ખાત્મો બોલાવશે ઇન્શાઅલ્લાહ!

Asadudddin-Owaisi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *