સિરોહી
માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી બાદ લોકોના જનજીવન પર અસર થઈ છે, લોકો લાંબા સમય સુધી ઘરમાં જ રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડીના કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળાનો આ પ્રકોપ આગામી દિવસોમાં વધુ વધે તેવી શક્યતા છે.હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જાેઈને રોમાંચિત થઈ ગયા હતા. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ હવામાનની મજા માણી રહ્યા છે, તેમજ બાળકો બરફ સાથે રમતા જાેવા મળ્યા હતા. વહેલી સવારના પ્રવાસીઓ નખી લેકની ટૂર પર જતા જાેવા મળ્યા હતા, તેમજ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હવે શિયાળાનો થર્ડ ડિગ્રીનો ત્રાસ જાેવા મળી રહ્યો છે. થોડાક દિવસોથી તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો, જ્યાં લઘુત્તમ તાપમાન ૦ ડિગ્રી જાેવા મળ્યું હતું. જાે કે પારો ગગડ્યા બાદ મેદાની વિસ્તારો, ઘરો અને હોટલોની બહાર પાર્ક કરેલી કારની છત, રેસ્ટોરાંમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફ જામી ગયો હતો.રાજસ્થાનના સિરોહી જિલ્લામાં શિયાળાની કડકડતી અસર જાેવા મળી રહી છે. જેના હિલ સ્ટેશન માઉન્ટ આબુના તાપમાનમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો, તેમજ આજે લઘુત્તમ તાપમાન ૦ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો ગગડી જવાને કારણે મેદાની વિસ્તારો સહિત અન્ય સ્થળોએ બરફના થર જામેલા જાેવા મળ્યા હતા.
