National

તાલિબાને ૧૦૦થી વધુ પૂર્વ અધિકારીની હત્યા કરી

કાબુલ,
તાલિબાને એવી દલીલ કરી છે કે જેમની પણ યાદી તૈયાર કરવામાં આવી છે તેમણે માફ ન કરી શકાય તેવો અભરાધ કર્યો છે. એટલે કે આ યાદીમાં જેમના પણ નામ છે તેમની હત્યા કરવામાં આવશે તેવો ઇશારો પણ તાલિબાને કર્યો હતો. હ્યૂમન રાઇટ્‌સ વોચનો દાવો છે કે હાલની હત્યા કરવાની તાલિબાનની પદ્ધતિથી લોકોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને અગાઉની સરકારોમાં રહી ચુકેલા અધિકારીઓ વધુ ડરી ગયા છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે તાલિબાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધારવામાં આવી રહ્યું છે. જેને પગલે તાલિબાન ગુપ્ત રીતે પણ હત્યાઓને અંજામ આપી રહ્યું છે.તાલિબાને અફઘાનિસ્તાન પર સત્તા મેળવ્યા બાદ ત્યાંના ૧૦૦થી વધુ પૂર્વ પોલીસ અને ગુપ્ત એજન્સીઓના અધિકારીઓની હત્યા કરી દીધી છે આૃથવા તો ગુમ કરી દેવાયા છે. આ દાવો હ્યૂમન રાઇટ્‌સ વોચ દ્વારા જાહેર કરવામાં આવેલી એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તાલિબાન બહારથી બહુ સારૂ દેખાવાનો પ્રયાસ કરી રહ્યું છે પણ અંદરખાને તે પોતાના મૂળ સ્વરૂપમાં જ કામ કરી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે તાલિબાને સરકારી રોજગાર રેકોર્ડનો ઉપયોગ કરીને પૂર્વ અધિકારીઓ અને આત્મસમર્પણ કરનારાઓને નિશાન બનાવ્યા છે. તાલિબાને આ પૂર્વ અધિકારીઓને શોધી કાઢવા માટે સરકારી રેકોર્ડનો જ ઉપયોગ કર્યો હતો. બાદમાં તેમને શોધી શોધીને તેમની હત્યા કરવામાં આવી હતી જ્યારે અનેક લોકોને ગુમ કરી દેવામાં આવ્યા છે. હાલ તેઓ ક્યાં છે તેની પરિવાર પાસે પણ જાણકારી નથી. તાલિબાને અફઘાનિસ્તાન પર સત્તા મેળવી પછી એવા લોકોને સૌથી પહેલા નિશાન બનાવેલા કે જે અમેરિકાને મદદ કરતા હતા.

Talibani-100-Officer-dead.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *