Delhi

ગાઝિયાબાદના ઈન્દિરાપુરમની એક મહિલા સોશિયલ મીડીયા પર છવાઈ

નવીદિલ્હી
ઈન્દિરાપુરમ સ્થિત શિપ્રા રિવેરા સોસાયટીમાં શૂટ કરવામાં આવી હતી. આ વીડિયો તે જ સોસાયટીની સામેના બ્લોકમાંથી એક મહિલાએ કેપ્ચર કર્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બારી બહાર એક મહિલા કંઈક પકડીને કાચ સાફ કરી રહી છે. સ્ત્રીને કોઈ પ્રકારનો ડર લાગતો નથી. તેણે પોતાનો જીવ જાેખમમાં મૂકીને આમ કરવાનું વિચાર્યું. તે બારીની બહાર એક નાનકડા પગથિયાં પર ઊભી છે. જાે કંઇક અનિચ્છનીય બન્યું હોત, તો તેણે પોતાનો જીવ ગુમાવ્યો હોત. આ વીડિયો વાયરલ થતાં મહિલાને આ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, મહિલાએ સ્વીકાર્યું કે તે વાસ્તવમાં તેની ક્લિપ હતી. તેણે જણાવ્યું કે બારીઓ ધૂળથી ખૂબ જ ગંદી હોવાથી તેણે આ પગલું ભરવાનું નક્કી કર્યું. ગાઝિયાબાદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. સફાઈ માટે પોતાનો જીવ જાેખમમાં મુકવા બદલ લોકો તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી હતી.એક યુઝરે મજાકમાં લખ્યું કે, ‘તે એક મહિલા છે, તે કંઈ પણ કરી શકે છે.’ બીજાએ લખ્યું, ‘સફાઈ સારી બાબત છે, પરંતુ તે વધુ પડતી થઈ ગઈ છે.’કેટલાક લોકોને સફાઈ કરવાનો શોખ હોય છે અને તેઓ જીવ દાવ પર લગાવીને પણ સફાઈ કરવા તૈયાર હોય છે. આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને જાેયા પછી તમારું મન થોડા સમય માટે સુન્ન થઈ જશે. ફૂટેજમાં એક મહિલા દેખાઈ રહી છે, જે સફાઈ કરવાના મૂડમાં છે. તે બિલ્ડીંગના ચોથા માળની બાલ્કનીમાં રેલિંગથી લટકીને કાચની બારી સાફ કરવાનું શરૂ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો ગાઝિયાબાદનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *