Delhi

ચુંટણી પંચે રેલીઓ પરનો પ્રતિબંધ લંબાવ્યો

નવીદિલ્હી
ચૂંટણી પંચે ફિજિકલ રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો. ચૂંટણી પંચ દ્વારા કોઈ રોડ શો, પદ-યાત્રા, કોઈપણ રેલી અને સરઘસની મંજૂરી આપવામાં આવી નથી. ઉત્તર પ્રદેશમાં ૪૦૩ બેઠકો માટે સાત તબક્કામાં ૧૦ ફેબ્રુઆરીએ મતદાન શરૂ થશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રારંભિક તબક્કામાં મતદાન યોજાશે અને તે પૂર્વ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધશે. ૧૦ ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કામાં ૫૮ બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન ૧૪ ફેબ્રુઆરીએ ૫૫ સીટો પર થશે. ત્રીજા તબક્કાનું મતદાન ૨૦ ફેબ્રુઆરીએ ૫૯ બેઠકો માટે, ચોથા તબક્કામાં ૨૩ ફેબ્રુઆરીએ ૬૦ બેઠકો માટે, પાંચમા તબક્કામાં ૨૭ ફેબ્રુઆરીએ ૬૦ બેઠકો માટે, છઠ્ઠા તબક્કાનું મતદાન ૫૭ બેઠકો માટે ૩ માર્ચે અને સાતમા તબક્કાનું મતદાન ૫૪ બેઠકો માટે ૭મી માર્ચે થશે. આ સિવાય મણિપુરમાં ૨૭ ફેબ્રુઆરી અને ૩ માર્ચે ૬૦ બેઠકો સાથે બે તબક્કામાં મતદાન થશે. પંજાબ, જેમાં ૧૧૭ મતવિસ્તાર છે, ૨૦ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. ઉત્તરાખંડમાં ૭૦ બેઠકો પર મતદાન થશે. ગોવામાં ૪૦ બેઠકો માટે ૧૪ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. પાંચ રાજ્યોની તમામ વિધાનસભા બેઠકો માટે ૧૦ માર્ચે મત ગણતરી થશે.પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટી ફિજિકલ રેલીઓ પર પ્રતિબંધ હાલ પૂરતો ચાલુ રહેશે. ચૂંટણી પંચે રેલીઓ પરનો પ્રતિબંધ ૧૧ ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે, પરંતુ ઘણા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ખુલ્લી જગ્યાએ આયોજિત બેઠકમાં ૧૦૦૦ લોકો ભાગ લઈ શકે છે. આ સિવાય ૫૦૦ લોકો ઇન્ડોર મીટિંગમાં ભાગ લઈ શકશે. સાથે સાથે ડોર ટુ ડોર ઝુંબેશ પણ હળવી કરવામાં આવી છે. હવે ૨૦ લોકો ઘરે-ઘરે જઈને પ્રચાર કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *