Delhi

પેટ્રોલ મુદ્દે અનુરાગ ઠાકુરે સુરજેવાલા અને વિપક્ષ પર પ્રહારો કર્યા

નવીદિલ્હી
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે તેલના ભાવમાં ટેક્સમાં ઘટાડો કર્યો હતો તો ત્યારબાદ તમામ રાજ્યોએ પોતાનું હજારો કરોડોનું નુકસાન કરી જનતાને ફાયદો આપવા ટેક્સમાં ઘટાડો કર્યો હતો. તેમના નિવેદનની કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટીકા કરી અને કેટલાક આંકડા દ્વારા પીએમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કર્યો. થોડા સમય બાદ રણદીપ સુરજેવાલાના નિવેદન પર પલટવાર કરયા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોએ થોડા મહિના પહેલાં જ પોતાના ટેક્સમાં ઘટાડો કર્યો હતો અને સામાન્ય નાગરિકને તેનો લાભ પહોંચાડ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કેટલાક આંકડા આપતા કહ્યું કે, કર્ણાટકને ૫૦૦૦ કરોડ, ગુજરાતને ૪ હજાર કરોડ અને બાકી રાજ્યોને પણ હજારો કરોડનું નુકસાન ટેક્સ કલેક્શનમાં કમીને કારણે થયું છે. પરંતુ ભાજપ શાસિત રાજ્યોએ સામાન્ય લોકોને તેનો લાભ આપ્યો. સાથે તેમણે કહ્યું કે વિપક્ષી દળ માત્ર કેન્દ્ર તરફ જુએ છે અને ટેક્સમાં ઘટાડો કરતા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું કારણ છે કે વિપક્ષી દળોની સરકાર લોકોનું ભલુ કરી રહી નથી. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્‌વીટ કરીને કહ્યુ કે, અમે તમામ રાજ્યોને પેટ્રોલ/ડીઝલ પર વેટને મે ૨૦૧૪થી પહેલાના સ્તર પર ઓછો કરવાનો આગ્રહ કરીશું. મહેરબાની કરીને સ્વીકાર કરો કે ભાજપ સરકારે પેટ્રોલ/ડીઝલથી ૨૭ લાખ કરોડ રૂપિયા કમાયા, જ્યારે બધા રાજ્યોએ સામૂહિક રૂપથી લગભગ ૧૬.૫ કરોડ રૂપિયાની કમાણી કરી. પેટ્રોલ/ડીઝલથી કેન્દ્ર સરકારની આવક ૮ વર્ષમાં ડબલ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *