Delhi

ભારતમાં કોરોનાનો નવો એક્સઈ વેરિઅન્ટનો કેસ નથી મળ્યો ઃ સરકાર

નવીદિલ્હી
ભારતમાં કોરોનાનો નવો ઠઈ વેરિઅન્ટ મળ્યો નથી. મુંબઈમાં કોવિડ ૧૯ના નવા ઠઈ વેરિઅન્ટનો કેસ મળી આવ્યો હોવાનો દાવો કરતા મીડિયા રિપોર્ટ્‌સ સંબંધિત સમાચારોને સરકારી સૂત્રોએ ખોટા ગણાવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં કોવિડ ‘ઠઈ’ વેરિઅન્ટના કેસ મળવાના કોઈ પુરાવા નથી. તેથી, સરકારી સૂત્રોએ ભારતમાં કોવિડ ૧૯ના આ નવા વેરીઅન્ટનો પ્રથમ કેસ મળવાના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા. સમાચાર એજન્સી છદ્ગૈંએ સરકારી સૂત્રોને ઉલ્લેખીને આ સમાચાર આપ્યા છે. તપાસવામાં આવેલા સેમ્પલની ફાસ્ટ ક્યૂ ફાઇલો (એટલે કે ટૂંકમાં ઝડપથી જાેવામાં આવતી ફાઈલો) માંના એક કેસને ઠઈ વેરિઅન્ટના કેસ તરીકે ગણવામાં આવ્યો હતો. જ્યારે ૈંદ્ગજીછર્ઝ્રંય્ (ૈંહઙ્ઘૈટ્ઠહ જીછઇજી-ર્ઝ્રફ-૨ ય્ીર્હદ્બૈષ્ઠ ર્ઝ્રહર્જિંૈેદ્બ) હેઠળ નેક્સ્ટ લેવલ જિનોમ સિક્વન્સિંગ પદ્ધતિ દ્વારા તેની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેનું જિનોમ સિક્વન્સ ઠઈ ના જિનોમ સ્ટ્રક્ચર સાથે મેળ ખાતું નથી. આવી સ્થિતિમાં, મળેલા પુરાવા કોઈ પણ રીતે એ સાબિત નથી કરતા કે મળી આવેલ કેસ કોવિડ ૧૯ ના ઠઈ પ્રકાર સાથે સંબંધિત છે. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું હતું કે મુંબઈમાં એક ઠઈ અને એક દ્ભટ્ઠॅॅટ્ઠ વેરિઅન્ટનો કેસ મળી આવ્યો. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે અગાઉ દાવો કર્યો હતો કે મુંબઈમાં એક ઠઈ અને એક કપ્પા વેરિઅન્ટનો કેસ મળી આવ્યો છે. આ અંદાજ નિયમિત પરીક્ષણ પર આધારિત હતો. પરંતુ આગલા સ્તરની તપાસમાં આ બાબત ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાનું ઠઈ મ્યુટન્ટ સબ વેરિઅન્ટ એ મ્છ૧ અને મ્છ૨નું સંયોજન છે. જે યુકેમાં ૧૯ જાન્યુઆરીના રોજ પ્રથમવાર મળી આવ્યો હતો. કોવિડના ઠઈ મ્યુટન્ટને અત્યાર સુધીનું સૌથી ઝડપી ચેપ લાગતું મ્યુટન્ટ માનવામાં આવે છે. તે કોવિડના સબ-વેરિઅન્ટ મ્છ૨ કરતા અનેકગણી ઝડપથી સંક્રમિત હોવાનું માનવામાં આવે છે. જાે કે, ભારતના નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે સંપૂર્ણ રીતે કહી શકાય તેમ નથી કે તે દેશમાં વધુ એક કોરોના લહેર લાવવાની શક્તિ ધરાવે છે. તેમ છતાં સાવધાની અને સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી છે.

No-Corona-XE-Variant-Case-in-India.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *