નવીદિલ્હી
આઈસીસી મહિલા વર્લ્ડ કપ ૨૦૨૨માં વેસ્ટ ઈન્ડિઝના વિજય રથને રોકવા માટે ભારતીય ટીમ કંઈ પણ કરવા તૈયાર છે. બેટિંગમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતની શરુઆત જાેરદાર હતી. ભારતે ઓડીઆઇ વર્લ્ડકપમાં એવુ કર્યું જે પહેલા નથી કર્યું. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરના કારણે આ શક્ય બન્યું, જેમણે પોતાની સદીની ઇનિંગ્સથી ભારતીય સ્કોર બોર્ડને ચાર ચાંદ લગાવી દીધા. ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૧૭ રન બનાવ્યા હતા. મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે ૩૦૦ પ્લસ રનનો કુલ સ્કોર બોર્ડ પર મૂક્યો છે. આ પહેલા તેનો સર્વશ્રેષ્ઠ કુલ સ્કોર ૬ વિકેટે ૨૮૪ રન હતો જે તેણે ૨૦૧૩ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો. આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ જીતના રથ પર સવાર છે. તેણે પોતાની છેલ્લી બંને મેચમાં જીતની સ્ક્રિપ્ટ લખી છે. પરંતુ તેના માટે ભારતના ર્ંડ્ઢૈં વર્લ્ડ કપમાં બનેલા સૌથી મોટા સ્કોરનો ભેદ પારખવો થોડો મુશ્કેલ બની રહેશે. વેસ્ટ ઈન્ડિઝે ભારતને હરાવવા માટે ૩૧૮ રન બનાવવા પડશે. ભારતને ૩૧૭ રન સુધી પહોંચાડવામાં તેની બે બેટ્સમેન સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરનો મોટો હાથ હતો. આ બંનેએ ભારતને વર્લ્ડ કપમાં તેના સૌથી મોટા સ્કોર સુધી પહોંચાડવામાં સદીની ઇનિંગ લખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે ૧૮૪ રનની ભાગીદારી થઈ હતી.
