Delhi

મોદીના જમ્મુ પ્રવાસ પહેલા ષડયંત્ર રચાયું હતું

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જમ્મુ પ્રવાસથી બે દિવસ પહેલા ચડ્‌ઢા કેમ્પ પાસે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(ઝ્રૈંજીહ્લ)ના જવાનોથી ભરેલી બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા અંગે મોટો ખુલાસો થયો છે. ઝ્રૈંજીહ્લ ના જવાનોને લઈને જઈ રહેલી જે બસ પર આતંકી હુમલો થયો તેનો ડ્રાઈવર ઝ્રૈંજીહ્લ સાથે સંકળાયેલો નહતો. આ આતંકી હુમલામાં એક એએસઆઈ શહીદ થયા જ્યારે બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા. ઝ્રૈંજીહ્લ ના એક અધિકારીએ જણાવ્યું કે જમ્મુના ચડ્‌ઢા કેમ્પ પાસે સવારે લગભગ ચાર વાગે ઝ્રૈંજીહ્લ ના ૧૫ જવાનોને સવારની પાળીમાં ડ્યૂટી પર લઈને જઈ રહેલી બસ પર આતંકીઓએ હુમલો કર્યો. ઝ્રૈંજીહ્લ એ આતંકી હુમલાની જવાબી કાર્યવાહી કરી અને આતંકીઓને ભાગવા પર મજબૂર કર્યા. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓએ મોટું ષડયંત્રને અંજામ આપવાની યોજના ઘડી હતી. આતંકીઓ પાસેથી પુષ્કળ હથિયારો મળ્યા હતા. ભારે પ્રમાણમાં ગોળા બારૂદ પણ હતા. આતંકીઓના મનસૂબા ખતરનાક હતા. પરંતુ જવાનોની તાબડતોડ કાર્યવાહી બાદ આતંકીઓએ ભાગવા માટે મજબૂર થવું પડ્યું. ખુલાસા મુજબ પીએમ મોદીના પ્રવાસ પહેલા આર્મી કેમ્પ આતંકીઓના નિશાન પર હતો. અત્રે જણાવવાનું કે પીએમ મોદી ૨૪ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે હશે. પીએમ મોદી જમ્મુ જશે અને પલ્લી ગામમાં અનેક પ્રોજેક્ટ્‌સનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદી જમ્મુ અને કાશ્મીરને અનેક ભેટ પણ આપશે. તેઓ પાંચ એક્સપ્રેસ વેના શિલાન્યાસની સાથે જ બનિહાલ-કાઝીગુંડ ટનલનું પણ ઉદ્ધાટન કરશે. કલમ ૩૭૦ હટ્યા બાદ નવા જમ્મુ કાશ્મીરમાં ઔદ્યોગિક વિકાસના શરૂ થયેલા નવા યુગમાં ૩૮૦૮૨ કરોડ રૂપિયાની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની પણ હશે. તેમાં દેશ-વિદેશના જાણીતા ઉદ્યોગપતિઓ પણ સામેલ થશે. એ ક્લિક દ્વારા દેશની તમામ પંચાયતોને એવોર્ડ મની પણ વિતરણ કરાશે. પ્રદેશમાં આગામી ચાર વર્ષમાં વીજળી ઉત્પાદન બમણું કરવાના હેતુથી પ્રધાનમંત્રી ૮૫૦ મેગાવોટ રેટલે તથા ૬૪૦ મેગાવોટ કવાર હાઈડ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી પલ્લી પંચાયત ઘર જશે તથા સરપંચ અને પંચ સાથે વાતચીત પણ કરશે. ઈન્ટેક ફોટો ગેલેરી તથા નોકિયા સેન્ટરનું પણ નિરીક્ષણ કરળે. આ ઉપરાંત અલગ અલગ વિભાગોના એક્ઝીબિશનને પણ નિહાળશે. દુબઈથી આવી રહેલા બિઝનેસ ડેલિગેશન સાથે પણ મુલકાત કરશે. પીએમના આ પ્રયત્નથી ઔદ્યોગિત વિકાસથી પ્રદેશમાં ચાર લાખ પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રીતે રોજગારની તકોનું સર્જન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *