Delhi

મ્ત્નઁ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કાશ્મીરમાંથી પંડિતોના હિજરત માટે આપ્યુ મોટું નિવેદન

નવીદિલ્હી
ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવું નિવેદન આપ્યું કે લોકોએ શું માનવું કે કાશ્મીરમાંથી પંડિતોના હિજરત માટે કોણ જવાબદાર છે તે કઈ સમજાતું જ નથી. ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારે કહ્યું હતું કે, કાશ્મીરમાંથી પંડિતોના હિજરત માટે તત્કાલિન વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ અને તત્કાલીન કેન્દ્રીય ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ જવાબદાર હતા, કાશ્મીરના તત્કાલીન મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા નહીં. સ્વામીનું આ નિવેદન ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે આવ્યું છે. આ ફિલ્મમાં ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોની હિજરતને દર્શાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ભાજપ શાસિત ઘણા રાજ્યોએ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે. જમ્મુ અને કાશ્મીર પીસ ફોરમ દ્વારા આયોજિત આંતર-સમુદાયિક સાંસ્કૃતિક ઉત્સવ ‘નવરેહ મિલન’ પ્રસંગે સ્વામીએ કહ્યું, “મુસ્લિમો અને પંડિતો એકસરખા છે. ડ્ઢદ્ગછ ટેસ્ટ કરવામાં આવે તો પરિણામ સરખું જ આવશે.” કાશ્મીરી પંડિતો સાથે અન્યાય થઈ રહ્યો છે, તમે પોતે જ આ કહો છો. આખો દોષ ફારુક અબ્દુલ્લા પર નાખવામાં આવી રહ્યો છે, પરંતુ તે માટે વીપી સિંહ અને મુફ્તી મોહમ્મદ સઈદજવાબદાર હતા. સઈદની પુત્રી રૂબિયા સઈદના ‘અપહરણ’ની ઘટનાને યાદ કરતાં ભાજપના નેતા સ્વામીએ કહ્યું કે, આજ સુધી એ સ્પષ્ટ નથી થયું કે રુબિયાનું અપહરણ કેવી રીતે થયું હતું. તેમણે કહ્યું કે, રૂબિયાની મુક્તિ માટે સરકારે જેકેએલએફના કેટલાક ધરપકડ કરાયેલા આતંકવાદીઓને મુક્ત કરવા પડ્યા હતા. તેણે કહ્યું, મને સમજાતું નથી કે આ બધું કેવી રીતે થયું ? કારણ કે જ્યારે હું ચંદ્રશેખરની સરકારમાં મંત્રી હતો ત્યારે પણ જેકેએલએફના આતંકવાદીઓએ તત્કાલીન નેશનલ કોન્ફરન્સ (દ્ગઝ્ર)ના સાંસદ સૈફુદ્દીન સોઝની પુત્રીનું પણ અપહરણ કર્યું હતું, પરંતુ અમે એક પણ વ્યક્તિને છોડ્યો ન હતો. બાદમાં સોજની પુત્રીને ત્નદ્ભન્હ્લ દ્વારા તેના ઘરે ઓટો-રિક્ષામાં મુકવામાં આવી હતી. અગાઉ નેશનલ કોન્ફરન્સના સ્થાપકને કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને પણ તેણે ટેકો આપ્યો હતો, સાથે જ અબ્દુલ્લાનો બચાવ કરતા કહ્યું હતું કે તેમણે સઈદની પુત્રીની મુક્તિના બદલામાં આતંકવાદીઓને મુક્ત કરવાના ર્નિણયનો વિરોધ કર્યો હતો. જાે કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો જાેઈએ કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, લોકશાહીમાં ફિલ્મ કેવી રીતે રોકી શકાય ?

Subramanian-Swamy.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *