નવીદિલ્હી
સતત સુધરતા સંબંધો વચ્ચે લગભગ ૧૫ વર્ષની તપાસ બાદ અમેરિકાએ ભારતને ૩૦૭ પ્રાચીન વસ્તુઓ પરત કરી, જેમાં ઐતિહાસિક મહત્વની ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેની ચોરી કરવામાં આવી હતી અથવા દેશની બહાર સ્મગલિંગ કરવામાં આવી હતી. આ વસ્તુઓની કિંમત આશરે રૂ. ૩૨.૯૩ કરોડ એટલે કે ૪૦ લાખ યુએસ ડોલર છે. આમાંની મોટાભાગની વસ્તુઓ કુખ્યાત ઉદ્યોગપતિ સુભાષ કપૂર પાસેથી મળી આવી હતી. સુભાષ કપૂર હાલ જેલમાં છે. મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગે સોમવારે ભારતને લગભગ ેંજીઇં ૪ મિલિયનની કિંમતની ૩૦૭ પ્રાચીન વસ્તુઓ પરત કરવાની જાહેરાત કરી હતી. બ્રેગે જણાવ્યું હતું કે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસ દ્વારા કપૂર વિરુદ્ધ પાડવામાં આવેલા દરોડામાં આમાંથી ૨૩૫ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. સુભાષ કપૂર “અફઘાનિસ્તાન, કંબોડિયા, ભારત, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, થાઇલેન્ડ અને અન્ય દેશોમાંથી માલની દાણચોરી કરવામાં મદદ કરે છે.” મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં એક સમારોહ દરમિયાન પ્રાચીન વસ્તુઓ ભારતને સોંપવામાં આવી હતી. ભારતના કોન્સ્યુલ જનરલ રણધીર જયસ્વાલ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના ઇન્વેસ્ટિગેશન એક્ટિંગ ડેપ્યુટી સ્પેશિયલ એજન્ટ-ઇન-ચાર્જ ક્રિસ્ટોફર લાઉએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગે કહ્યુંઃ “આ પ્રાચીન વસ્તુઓ દાણચોરોની ટોળકી દ્વારા ઘણી જગ્યાએથી ચોરી કરવામાં આવી હતી. આ ગેંગના રાજાઓએ વસ્તુઓના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ માટે કોઈ આદર દર્શાવ્યો ન હતો.” “અમને આમાંની સેંકડો વસ્તુઓ ભારતના લોકોને પરત કરવા બદલ ગર્વ છે,” તેમણે કહ્યું. ગત વર્ષે પણ અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ૧૫૭ પ્રાચીન વસ્તુઓ પરત કરી હતી. પીએમ મોદી અને યુએસ પ્રમુખ જાે બિડેન બંનેએ “સાંસ્કૃતિક ચીજવસ્તુઓની ચોરી, તસ્કરી અને હેરફેર સામે લડવાના અમારા પ્રયાસોને મજબૂત બનાવવા” પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે, યુએસએ અંદાજિત ૧.૨૩ અબજ રૂપિયા અથવા ૧૫ મિલિયનની કિંમતની ૨૪૮ પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરી હતી. ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે ૨૦૧૨ માં સુભાષ કપૂર માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું અને નવેમ્બર ૨૦૧૯ માં, કપૂર અને તેના સાત સહ-પ્રતિવાદીઓ પર ચોરાયેલી પ્રાચીન વસ્તુઓની દાણચોરી કરવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જુલાઈ ૨૦૨૦ માં, ડીએની ઑફિસે કપૂર માટે પ્રત્યાર્પણ પર કાગળ ફાઇલ કર્યો, જે ૨૦૧૨ થી ભારતમાં જેલમાં બંધ છે. વિનર પાસેથી પરત કરવામાં આવેલી પ્રાચીન વસ્તુઓમાં ગરુણ સાથે વિષ્ણુ અને લક્ષ્મીની પ્રતિમા છે, જે ૧૧મી સદી એડીની હોવાનું કહેવાય છે. એકલા ૨૦૨૨માં, ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસે ૬૮૨ પ્રાચીન વસ્તુઓ પરત કરી, જેનું મૂલ્ય યુએસ ડોલર ૮૪ મિલિયન કરતાં વધુ હતું.
