ન્યુદિલ્હી
જાે તમે ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ ઈચ્છો છો, તો ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેંકે એક મોટી ભેટ આપી છે. બેંકે હ્લડ્ઢના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકના વધેલા વ્યાજ દર ૭ જૂનથી અમલમાં આવ્યા છે. બેંકે બે કરોડ રૂપિયાથી લઈને પાંચ કરોડ રૂપિયા સુધીની એફડીના વ્યાજ દરમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે બેંકે ૭ દિવસથી લઈને ૫ વર્ષ સુધીની હ્લડ્ઢ પર વધુ વ્યાજ આપવાનો ર્નિણય કર્યો છે. બેંક ગ્રાહકોને ૩ ટકાથી ૫.૨૫ ટકા સુધીના વ્યાજનો લાભ આપી રહી છે.
આઈસીઆઈસીઆઈ બેંકના લેટેસ્ટ ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દર જાેઈએ
૭ દિવસથી ૧૪ દિવસ – ૩% , ૧૫ દિવસથી ૨૯ દિવસ – ૩% , ૩૦ દિવસથી ૪૫ દિવસ – ૩.૨૫ ટકા, ૪૬ દિવસથી ૬૦ દિવસ – ૩.૨૫ ટકા, ૬૧ દિવસથી ૯૦ દિવસ – ૩.૪૦ ટકા, ૯૧ દિવસથી ૧૨૦ દિવસ – ૪.૨૫ ટકા, ૧૨૧ દિવસથી ૧૫૦ દિવસ – ૪.૨૫ ટકા, ૧૫૧ દિવસથી ૧૮૪ દિવસ – ૪.૨૫ ટકા, ૧૮૫ દિવસથી ૨૧૦ દિવસ – ૪.૫૦ ટકા, ૨૧૧ દિવસથી ૨૭૦ દિવસ – ૪.૫૦ ટકા, ૨૭૧ દિવસથી ૨૮૯ દિવસ – ૪.૭૦ ટકા, ૨૯૦ દિવસથી ૧ વર્ષથી ઓછા – ૪.૭૦ ટકા, ૧ વર્ષ થી ૩૮૯ દિવસ – ૪.૯૫ ટકા, ૩૯૦ દિવસથી ૧૫ મહિનાથી ઓછા – ૪.૯૫ ટકા, ૧૫ મહિનાથી ૧૮ મહિના – ૫.૦૦ ટકા, ૧૮ મહિનાથી ૨ વર્ષ – ૫.૦૦ ટકા, ૨ વર્ષ ૧ દિવસથી ૩ વર્ષ – ૫.૨૫ ટકા, ૩ વર્ષ ૧ દિવસથી ૫ વર્ષ – ૫.૨૫ ટકા, ૫ વર્ષ ૧ દિવસથી ૧૦ વર્ષ – ૫.૨૫ ટકા, એફડી સલામત વિકલ્પ છે આ પહેલા ૨૧ મેના રોજ બેંકે વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો. જાે તમે પણ બેંક હ્લડ્ઢ પર વધુ વ્યાજનો લાભ મેળવવા માંગતા હોવ, તો તમે આઈસીઆઈસીઆઈ બેંકમાં કરી શકો છો. તમને જણાવી દઈએ કે આજના સમયમાં જ્યાં શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જાેવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રોકીને સારું વળતર મેળવી શકો છો.


