Delhi

એચઆઈવી પોઝિટીવ કર્મચારીઓ દ્વારા ચલાવાતું એશિયાનું પ્રથમ કાફે ખુલ્યું

નવીદિલ્હી
પશ્ચિમ બંગાળના કોલકાતામાં ૐૈંફ પોઝિટિવ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતી એશિયાની પ્રથમ કાફે ખૂલ્યુ છે. આ પોઝિટિવ વ કાફેનો ઉદ્દેશ એચઆઈવી પોઝિટિવ લોકો માટે જાગૃતિ ફેલાવવાનો અને રોજગાર પેદા કરવાનો છે. સ્ટાફમાં ૭ કિશોરોનો સમાવેશ થાય છે, જે તમામ એચઆઈવી પોઝિટિવ છે. કાફેના માલિક, કલ્લોલ ઘોષે, આનંદઘરમાં એક દ્ગય્ર્ંની સ્થાપના કરી જે માનસિક સ્વાસ્થ્યથી પ્રભાવિત બાળકો અને ૐૈંફ પોઝીટીવ લોકો સાથે કામ કરે છે. મળતી માહિતી અનુસાર સ્થાપક ફ્રેન્કફર્ટના એક કાફેથી પ્રેરિત છે જે સંપૂર્ણપણે ૐૈંફ પોઝિટિવ લોકો દ્વારા ચલાવવામાં આવતુ હતુ. કલ્લોલ ઘોષે કહ્યું આ બાળકો ક્યાં જશે ? તેમને રોજગારની જરૂર છે. તેણે સૌપ્રથમ ૨૦૧૮માં કાફે ખોલ્યુ હતુ અને હવે તે બિઝનેસનો વિસ્તાર કરી રહ્યા છે. વધુમાં ઘોષે કહ્યું કે તેઓ પૂર્વ ભારતમાં આવા ૩૦ વધુ કાફે ખોલવાનો પ્લાન છે અને આ માટે ૮૦૦ લોકોને તેણે શોર્ટલિસ્ટ કર્યા છે. જાે કે, ઘોષે કહ્યું કે કાફેનો પ્રતિસાદ હંમેશા હકારાત્મક રહ્યો નથી. કેટલાક લોકો અસ્વસ્થતા અનુભવે છે. જાે તેઓ આવીને જાણ કરે કે સ્ટાફ ૐૈંફ પોઝીટીવ છે, તો અમે તેમને બધું સમજાવીએ છીએ અને મોટાભાગના લોકો સમજે છે. જાેકે કેટલાક લોકો કાફે છોડીને જતા રહે છે. શરૂઆતમાં કાફેની આસપાસના લોકો શંકાશીલ હતા પરંતુ ટૂંક સમયમાં તેમને સમજાયું કે એચઆઈવી પોઝિટિવ લોકો અન્ય લોકો જેવા જ છે. ઘોષે કહ્યું કે, હું આવા વધુ કાફે ખોલી રહ્યો છું. મને આ બાળકોને મદદ કરવા માટે એક વ્યાવસાયિક રસોઇયાની જરૂર છે. એક રસોઇયાએ મને કહ્યું કે તેના પરિવારને અહીં આવવા સામે વાંધો છે, તેથી તે જાેડાઈ શકશે નહીં. કાફેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એચઆઈવી અને એચઆઈવી પોઝિટિવ છે તેવા લોકો વિશે જાગૃતિ ફેલાવવાનો નથી. પરંતુ લોકોને રોજગારી આપવાનું પણ છે. આ સ્થળ તેની કોફી અને સેન્ડવીચ માટે જાણીતું છે અને સામાન્ય રીતે વ્યાવસાયિકો, કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા વયસ્કો દ્વારા તેની મુલાકાત લેવામાં આવે છે.

cafe-positive-kolkata-HIV-Positive-Staff.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *