Delhi

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વોર્મ અપ મેચમાં ભારતનો વિજય થયો હતો

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમનું ્‌૨૦ વર્લ્ડ કપ કેમ્પેઈન શરુ થઈ ચૂક્યું છે. ભારતીય ટીમ આગામી ૨૩ ઓક્ટોબરે પાકિસ્તાન સામે વર્લ્ડ કપની પહેલી મેચ રમતાં પહેલા બે વોર્મ અપ મેચ રમવાની છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેની એક-એક મેચ સામેલ છે. આજે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વોર્મ અપ મેચમાં ભારતનો ૬ રને વિજય થયો હતો. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને ભારતીય ટીમે ૧૮૬ રન બનાવ્યા હતા. ભારતીય ટીમના ઓપનર્સ રોહિત શર્મા અને કે એલ રાહુલે ધમાકેદાર શરૂઆત કરતા પાવર પ્લેમાં ૬૯ રન ખડકી દીધા હતા. ઓપનર રાહુલે ફક્ત ૩૩ બોલમાં ૫૭ રનની શાનદાર ઈનિંગ રમી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ફરી એકવાર ચાહકોને નિરાશ કર્યા હતા. રોહિત ફક્ત ૧૫ અને કોહલી ૧૯ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. મિડલ ઓર્ડરમાં સૂર્ય કુમાર યાદવ ઝળક્યો હતો. તેણે ૩૩ બોલમાં ૫૦ રનની ઈનિંગ રમીને ભારતના સ્કોરબોર્ડને ૧૮૬ રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, ભારતીય બોલર્સ પ્રેક્ટીસ મેચમાં પણ સાધારણ સાબિત થયા હતા. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બેટિંગ અને બોલિંગ બંને ફિલ્ડમાં કોઈ કમાલ કરી શક્યો ન હતો. તેણે વિના વિકેટે ૩ ઓવરમાં ૨૯ રન આપ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ ૭ બોલર્સનો ઉપયોગ કર્યો હતો. ભુવનેશ્વર કુમારે પ્રમુખ બોલર તરીકે જવાબદારી નિભાવતા ૩ ઓવરમાં ૨૦ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. ૨૦મી ઓવરમાં અચાનક મેદાન પર મોહમ્મદ શામીની એન્ટ્રી થઈ હતી અને આખરી ઓવરમાં જયારે ઓસ્ટ્રેલિયન ટીમને ૧૧ રનની જરૂર હતી ત્યારે શામીએ એક જ ઓવરમાં ૪ વિકેટ ઝડપીને ભારત માટે જીત નિશ્ચિત કરી હતી.

File-01-Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *