Delhi

જમ્મુકાશ્મીરના ગાંદરબલમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદી માર્યા ગયા

નવીદિલ્હી
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલના સેરાચ વિસ્તારમાં એન્કાઉન્ટરશરૂ થયું છે. જે બાદ પોલીસ અને સુરક્ષા દળોની ટીમ માહિતી મળતાની સાથે જ તપાસમાં લાગી ગઈ હતી. જમ્મુ પોલીસે આ અંગે માહિતી આપી છે. આ સાથે જ આતંકી સંગઠન લશ્કરનો એક આતંકી માર્યો ગયો. સર્ચ ઓપરેશન ચાલુ છે આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડાના રાજવાર વિસ્તારના નેચામામાં એન્કાઉન્ટર થયું હતું. અહીં પણ પોલીસ અને સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. તમને જણાવી દઈએ કે આજે શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે. પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. પુલવામા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો છે.પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે પુલવામા અને શોપિયાંમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. આ સિવાય શ્રીનગર-બનિહાલ રેલ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.અથડામણ પુરી થયા બાદ હવે તેને ફરી શરૂ કરવામાં આવશે.એન્કાઉન્ટરની જગ્યાએથી મોટા પાયા પર શસ્ત્ર અને દારૂગોળો મળી આવ્યો છે. આ મહિનામાં આતંકવાદીઓએ અત્યાર સુધીમાં ત્રણ પંચાયત પ્રતિનિધિઓની હત્યા કરી છે. આ પહેલા ૯ માર્ચે શ્રીનગરના ખોનમુહમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને પીડીપીના સરપંચ સમીર અહેમદ ભટની હત્યા કરી હતી. ૨ માર્ચે, કુલગામ જિલ્લાના કુલપોરા સરાંદ્રો વિસ્તારમાં, સ્વતંત્ર પંચ મોહમ્મદ યાકુબ ડારને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તેમને ઘરની બહાર નજીકથી ગોળી મારવામાં આવી હતી.કાશ્મીરના ભાજપના મીડિયા પ્રભારી મંજૂર ભટે આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આવા હુમલા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જાેઈએ.

Terrorist-Symbolic-image.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *