નવીદિલ્હી
મોહમ્મદ પયગંબર પર ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ટિપ્પણી બાદ સતત વિવાદ ચાલી રહ્યો છે. ઘણા મુસ્લિમ દેશોએ આ મુદ્દે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. તો આતંકી સંગઠન અલકાયદાએ ભારતમાં આતંકી હુમલો કરવાની ધમકી આપી છે. સતત વિવાદ વચ્ચે ભારતને નેધરલેન્ડના સાંસદ ગીર્ટ બિલ્ડર્સનું સમર્થન મળ્યું છે. અલકાયદાની ધમકી બાદ ડચ એમપીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતે આતંકીઓની આગળ ઝુકવું ન જાેઈએ. ડચ સાંસદે ટ્વીટ કર્યુ, ‘અલકાયદા જેવા ઇસ્લામિક આતંકવાદીઓ સામે ન ઝુકો. તે બર્બરતાનું પ્રતિનિધિત્વ કરે છે.’ ભારતે નૂપુર શર્માનું સમર્થન કરવું જાેઈએ. તેમણે કહ્યું ભારતે નૂપુર શર્મા સાથે આવવું જાેઈએ અને સમર્થન કરવું જાેઈએ. ઘણા વર્ષ પહેલા અલકાયદા અને તાલિબાને મને પોતાના હિટ લિસ્ટમાં રાખ્યા હતા. આ એક શીખ છે- આતંકીઓ સામે ઝુકો નહીં. તેમણે કહ્યું કે નૂપુર શર્માની વાત સાચી હતી અને તેમના નિવેદન પર ઇસ્લામિક દેશોનો ગુસ્સો વ્યાજબી નથી. એક અન્ય ટ્વીટમાં ડચ સાંસદે લખ્યું, ‘તુષ્ટીકરણ ક્યારેય કામ કરતું નથી. તેનાથી વસ્તુ વધુ ખરાબ થઈ જશે. આઝાદી માટે ઉભા થાય અને પોતાના નેતા નૂપુર શર્માને સાથ આપો.’ નેધરલેન્ડના સાંસદે આ મુદ્દા પર વિરોધ વ્યક્ત કરનાર દેશોને ઢોંગી ગણાવી દીધા છે. તેમણે કહ્યું કે આ દેશોમાં ન તો લોકતંત્ર છે અને ન કાયદાનું રાજ છે. ત્યાં કોઈ પ્રકારની આઝાદી નથી અને અલ્પસંખ્યકો પર અત્યાચાર થાય છે. ત્યાં માનવાધિકારની કોઈ સુનાવણી થતી નથી. ગીર્ટ બિલ્ડર્સ નેધરલેન્ડના દક્ષિણપંથી નેતા છે. તેમણે નેધરલેન્ડમાં પાર્ટી ફોર ફ્રીડમની સ્થાપના કરી હતી. આ નેધરલેન્ડની ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. એટલું જ નહીં તેઓ ૧૯૯૮થી નેધરલેન્ડમાં સાંસદ છે. તે ઇસ્લામિક દેશોની આલોચના કરવા માટે જાણીતા છે. મહત્વનું છે કે એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી બાદ આ સમગ્ર મામલો શરૂ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે સાઉદી અરબ, ઈરાન, બહરીન, યૂએઈ, મલેશિયા જેવા ઘણા ઇસ્લામિક દેશોએ તેના પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો કુવૈતમાં તો ભારતીય સામાનનો બહિષ્કાર કરવાની માંગ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ નૂપુર શર્માને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
