નવીદિલ્હી
પાકિસ્તાનની સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી વિપક્ષની માંગને સ્વીકારીને પ્રિવેન્શન ઓફ ઈલેક્ટ્રોનિક ક્રાઈમ્સ એક્ટ વટહુકમ પાછો ખેંચવા સંમત થઈ ગઈ છે. જાેઈન્ટ એક્શન કમિટીના સભ્યો દ્વારા ચર્ચા વિચારણા અને ડ્રાફ્ટને આખરી સ્વરૂપ આપ્યા બાદ આ વટહુકમ પાછો ખેંચવામાં આવી રહ્યો છે. અગાઉ પાકિસ્તાનના સૂચના પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, ડ્રાફ્ટને આઠથી ૧૨ મહિનામાં અંતિમ સ્વરૂપ આપ્યા પછી આગળ મોકલવામાં આવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં હ્યુમન રાઈટ્સ વોચએ પણ વટહુકમની ટીકા કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતુ કે કાયદામાં સુધારો માનહાનિને બિન-જામીનપાત્ર ગુનો બનાવશે અને દોષિત ઠરે તો મહત્તમ જેલની સજા ત્રણથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવશે. જેની મદદથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કોઈની પણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. પાકિસ્તાન સરકારે ઁઈઝ્રછ એક્ટની જાેગવાઈમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનું અપમાન કરવા બદલ ત્રણ વર્ષની જેલની સજાને વધારીને પાંચ વર્ષ કરવામાં આવી હતી. આ વટહુકમ એવા સમયે બહાર પાડવામાં આવ્યો હતો. જ્યારે પત્રકાર મોહસીનની થોડા દિવસો પહેલા મંત્રી મુરાદ સઈદ વિરુદ્ધ “વાંધાજનક” ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પાકિસ્તાનના કાનૂની મંત્રી બેરિસ્ટર ફારુકે કહ્યું હતું કે કોઈપણને બક્ષવામાં આવશે નહીં. મોહસીનની ધરપકડ બાદ કાયદામાં સુધારો કરવાની માંગ ઉઠી હતી. મોહસીન ઁસ્ ઈમરાન ખાનના દસ મંત્રીઓને શ્રેષ્ઠ પ્રદર્શન પ્રમાણપત્ર આપવાના ર્નિણય સાથે સંબંધિત ટીવી વન કાર્યક્રમમાં પેનલિસ્ટ તરીકે દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં સાયબર અપરાધ અને અનધિકૃત ક્રિયાઓને રોકવા માટે ઁઈઝ્રછ કાયદો ૨૦૧૬માં લાવવામાં આવ્યો હતો. પરંતુ ઈમરાન સરકાર પોતાના અંગત ફાયદા માટે તેમાં સુધારો કરી રહી હતી.


